હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે…ત્યારે વરસાદની ઋતુમાં ગરમા- ગરમ ખાવાનું મન થતું હોય છે…આ ઋતુમાં સોથી પહેલા યાદ આવે છે તો (ભુટ્ટો)મકાઈની….વરસાદમાં આનંદ લઈને ગરમ શેકેલી મકાઈનો સ્વાદ લગભગ કોઈક ને જ નાપસંદ હોય, પરંતુ મકાઈના સ્વાદ સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે…આજે અમે તમને જણાવીશું કે, મકાઈ ખાવાથી તમારા સ્વાસ્થ્યને ક્યાં ફાયદા થાય છે….
પાચન ક્રિયા સારી થાય છે
મકાઈ ખાવાથી શરીરની પાચન ક્રિયા મજબુત બંને છે… જે લોકોને પાચનની સમસ્યા હોય છે..તેને મકાઈનું સેવન જરૂરથી કરવું જોઈએ…મકાઈમાં ભરપુર ફાઈબર હોય છે…જે પાચન ક્રિયાને મજબુત બનાવવામાં મદદ કરે છે…
આંખો માટે ફાયદાકારક –
મકાઈ આંખો માટે લાભદાયક હોય છે…તેમાં વિટામીન એ હોવાને કારણે આંખોની રોશની વધે છે…આ સાથે જ મકાઈમાં હાજર કેરોટોનોયડ પણ આંખો માટે સારું હોય છે…
ચહેરાના નીખારને વધારે છે – મકાઈમાં એન્ટી ઓક્સીડેન્ટની માત્રા ચહેરાને નીખાર લાવવામાં મદદ કરે છે…મકાઈના ભરપુર સેવનથી ચહેરામાં પીગમેટેશન પણ દુર થાય છે..
ઈમ્યુનિટી સિસ્ટમને મજબુત બનાવે છે –
મકાઈમાં આયર્ન, કેલ્શિયમ, વિટામીન બી વગેરે ભરપુર માત્રામાં હોય છે…જે શરીરના રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબુત બનાવવાનું કાર્ય કરે છે….જે લોકો નિયમિતરૂપથી મકાઈનું સેવન કરે છે, તેની ઈમ્યુનિટી ખુબ જ મજબુત હોય છે…
હાડકા મજબુત બંને છે –
હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમની જરૂર હોય છે…જો હાડકામાં કેલ્શિયમની કમી હોય તો હાડકા નબળા પડવા લાગે છે…મકાઈમાં હાજર કેલ્શિયમ હાડકાને મજબુત બનાવવામાં મદદ કરે છે…તેથી મકાઈનું ભરપુર સેવન કરવું જોઈએ.
_Devanshi