Site icon hindi.revoi.in

TIME મેગેઝીનમાં પીએમ મોદી વિરુદ્ધ વિવાદીત લેખ, ધ્રુવીકરણ-વિભાજનકારી એજન્ડાને ગણાવ્યો જીતનું કારણ

Social Share

નવી દિલ્હી: અમેરિકાના ટાઈમ મેગેઝીનમાં ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીને લઈને વિવાદીત આર્ટિકલ લખવામાં આવ્યો છે. આ વખતે લોકસભા ચૂંટણી 2019માં ભાજપને મળેલી પ્રચંડ જીત પર આ આર્ટિકલમાં વાંધાજનક ટીપ્પણી કરવામાં આવી છે. જેમાં ધ્રુવીકરણ અને વિભાજનકારી મુદ્દાઓને પીએમ મોદીની જીતનું અસલ કારણ ગણાવવામાં આવ્યા છે.

તેની સાથે જ આમા એક વાંધાજનક તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પીએમ મોદીને ભારતના બે ટુકડા કરતા દર્શાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણી 2019માં ભાજપે એકલાહાથે 543 લોકસભા બેઠકોમાંથી 303 પર વિજય પ્રાપ્ત કર્યો છે.

ટાઈમ મેગેઝીનના વિવાદીત આર્ટિકલમાં ભોપાલથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતનારા સાધ્વી પ્રજ્ઞાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્ટિકલમાં સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે પર આપેલા નિવેદનને લઈને ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા ટાઈમ મેગેઝીને પોતાની કવર સ્ટોરીમાં પીએમ મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા હતા. આ આર્ટિકલ ભારતીય પત્રકાર તવલીન સિંહ અને પાકિસ્તાનના દિવંગત નેતા તથા કારોબારી સલમાન તાસીરના પુત્ર આતિશ તાસીરે લખ્યો હતો.

Exit mobile version