1. Home
  2. revoinews
  3. નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારોઃ સપાટી 127.46 મીટર થઈ
નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારોઃ સપાટી 127.46 મીટર થઈ

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારોઃ સપાટી 127.46 મીટર થઈ

0
  • જળાશયમાં લાઈવ સ્ટોરેજ 2700 MCM
  • 8600 ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ ગુજરાતમાં હજુ મેઘરાજા મનમુકીને વરસ્યા નથી. તેમ છતા ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવારમાંથી સતત નવા પાણીની આવક થતા ડેમની જળસપાટી વધીને 127.46 મીટર ઉપર પહોંચી છે. બીજી તરફ  લોકોને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે નર્મદાની કેનાલોમાં 8600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટરના જણાવ્યા અનુસાર નર્મદા બંધની જળ સપાટી વધીને 127.46 પર પહોંચી છે. તેમજ લાઇવ સ્ટોરેજ ૨૭૦૦ MCM ની આસપાસ છે. ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક થઈ રહી છે. જેનું ડેમમાં સંગ્રહ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મુખ્ય કેનાલ મારફતે લગભગ 8600 ક્યુકેસ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કેનાલ દ્વારા સૌરાષ્ટ્રની સૌની યોજના દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેમજ નર્મદા મુખ્ય નહેરમાંથી ઉદવહન કરીને ઉત્તર ગુજરાતમાં આવેલ નાના નાના જળાશયો, તળાવો  વગેરે ભરવામાં આવી રહ્યા છે તેમજ સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી નાંખવામાં આવી રહ્યું છે તે સિવાય સૌરાષ્ટ્રની અલગ બ્રાન્ચો અને નર્મદા કમાન્ડની અલગ બ્રાન્ચોમાં પણ જરૂરીયાત મુજબનું પાણી પીવાનું તથા સિંચાઇનું પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.