Site icon Revoi.in

સંવિધાન: NOTA – આ નહિ, તે નહિ અરે! કોઈ નહિ

Social Share

મિતેષ એમ. સોલંકી

“ઉપરોક્ત ઉમેદવારમાંથી એક પણ નહીં” વિભાવનાનો જન્મ કેલિફોર્નિયા, અમેરિકામાં વર્ષ ૧૯૭૬માં સૌપ્રથમવાર થયો હતો. વોલ્ટર વિલ્સન અને મેથ્યુ લેન્ડી સ્ટીન જેઓ મંત્રી હતાં તેમણે મત આપવાની પ્રક્રિયામાં કેટલાક સુધારા કરવા માટે કાયદાકીય પ્રસ્તાવ પસાર કર્યો હતો. NOTAનો સૌપ્રથમવાર ચૂંટણીમાં ઉપયોગ વર્ષ ૧૯૭૮માં અમેરિકાના નેવાડા સ્ટેટમાં કરવામાં આવ્યો હતો.

ભારતની વાત કરીએ તો વર્ષ ૨૦૦૯માં ચૂંટણીપંચને સર્વોચ્ચ અદાલતે મતદાતા માટે મતપત્રકમાં “NOTA” વિકલ્પ આપવાનો આદેશ કર્યો હતો જેથી ગેરલાયક ઉમેદવારને મતદાતા પસંદ કરવા ન ઈચ્છે તો NOTAને મત આપી શકે અને પોતાના મતને ગેરવલ્લે જતો અટકાવે. તત્કાલીન સરકાર સર્વોચ્ચ અદાલતના આ વિચાર (આદેશ) સાથે સહમત ન હતી.

ભારતની એક NGO, “The People’s Union for Civil Liberties” દ્વારા NOTAના પક્ષમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી. અંતે ૨૭-સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ સર્વોચ્ચ અદાલત દ્વારા NOTAને લાગુ કરવાનો ચુકાદો આપ્યો અને ચૂંટણીપંચને EVM (Electronic Voting Machine)માં NOTA વિકલ્પ મુકવા માટે કહ્યું.

શા માટે NOTAની જરૂરી છે?

આપણા દેશમાં એવું ઘણીવાર (સાચા શબ્દોમાં મોટાભાગે) એવું બને છે કે મતદાતા કોઈપણ ઉમેદવારને ચૂંટાવાને લાયક ગણતો નથી પરંતુ મતદાતા પાસે કોઈએકને મત આપવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ હોતો નથી. હળવી શૈલીમાં કહીએ તો બધા ના-લાયકમાંથી નાયક (ઓછામાં ઓછો ભ્રષ્ટ) પસંદ કરવો જ પડે છે. NOTAના પક્ષે ચુકાદો આપવા પાછળ સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશોનો મત (વિચાર) એવો હતો કે NOTA આવવાથી ચૂંટણી પ્રક્રિયામાં ધીમે ધીમે બદલાવ આવશે અને રાજકીય પક્ષોએ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવા માટે પસંદ કરવા પડશે. લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયામાં મતદાતાને ઉમેદવારને નાપસંદ કરવાની સ્વતંત્રતા પણ મળવી જોઈએ. NOTA વિકલ્પ દ્વારા વાસ્તવમાં સર્વોચ્ચ અદાલત ચૂંટણીમાં ઉભેલા બધા જ ઉમેદવારને જો મતદાતા નાપસંદ કરતા હોય તો રદ કરી શકે તેવી સત્તા આપવા ઈચ્છે છે. તેથી બની શકે કે રાજકીય પક્ષો પાસે સારી છબી ધરાવતા ઉમેદવારો ઉભા રાખવા સિવાય વિકલ્પ જ ન રહે. જે ઉમેદવારોનું પશ્ચાદભૂ ગુનાહિત હોય તેવા ઉમેદવારો ચૂંટણી જ ન લડી શકે તેવી વ્યવસ્થા આવે તેવો એક પ્રયત્ન એટલે NOTA.

ચૂંટણી આયોજનનો નિયમ-૪૯-ઓ  શું છે અને તે NOTAથી કેવી રીતે અલગ છે?

મત આપવાના અધિકારમાં કોઈને પણ મત ન આપવના અધિકારનો સમાવેશ થઇ જાય છે. વર્ષ ૧૯૬૧માં Conduct of Election Rules બનાવવામાં આવ્યા જે અંતર્ગત નિયમ-૪૯-ઓ એક વ્યવસ્થા કરવામાં આવી કે જયારે મતદાતા મતદાન કરવા આવે અને જો કોઇપણ ઉમેદવાર તેને મત આપવા માટે યોગ્ય ન લાગે તો મતદાનમથકના અધિકારીને જણાવી શકે છે અને ફોર્મ-૧૭-એ માંગી શકે છે. ફોર્મ ૧૭-એમાં મતદાતા પોતે કોઈને પણ મત આપવા નથી ઈચ્છતો તે જણાવી શકતો હતો. પરંતુ આ પ્રક્રિયામાં કેટલાક પ્રશ્નો ઉભા થતા હતાં. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કેટલાક મતદાતા મતદાનના દિવસે એક હરોળમાં મત આપવા માટે ઉભા છે અને કોઈ વ્યક્તિ ફોર્મ-૧૭-એ માટે ચૂંટણી અધિકારીને મળવા જાય છે ત્યારે ત્યાં ઉભેલ દરેક વ્યક્તિ (રાજકીય અને બિનરાજકીય)ને જાણ થઇ જતી કે આ વ્યક્તિ કોઈપણ ઉમેદવારને મત આપવા ઈચ્છતો નથી. પરિણામે મત આપવાની પ્રક્રિયા ખાનગી રાખવાની જોગવાઈનો સરેઆમ ભંગ થયો તેમ કહેવાય. તેની સામે NOTAના લીધે મતદાતાનો મત ખાનગી રહેવો જોઈએ તે જોગવાઈનું રક્ષણ થાય છે અને કોઈપણ અન્ય વ્યક્તિ જાણી શકતો નથી કે કોણે NOTA વિકલ્પનો ઉપયોગ કર્યો. વ્યક્તિની ઓળખ પણ NOTAના લીધે રક્ષિત થાય છે અને રાજકીય/બિનરાજકીય દબાણ કે અન્ય કોઈપણ પણ પ્રકારની હેરાનગતિ સામે પણ રક્ષણ મેળવે છે.

NOTAના પક્ષમાં રહેલી દલીલો:                           
NOTAની વિરુદ્ધ ઘણી બાબતો છે તે વાતમાં કોઈ બેમત નથી તેમ છતાં કેટલાક મુદ્દાઓ એવા છે જે NOTA તરફી પણ છે અને તેને અવગણી શકાય નહિ. (૧) NOTAથી રાજકીય પક્ષને ઉમેદવારની પસંદગીમાં સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારને પસંદ કરવાની ફરજ પડે છે. (૨) યોગ્ય ઉમેદવારની જીત થતા તે ધારાસભાનો ભાગ બને છે અને દેશ માટે જરૂરી કાયદાઓ વધુ સારી રીતે બનાવી શકે છે. (૩) ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી જ ન શકે તેથી રાજકારણમાં ગુનાખોરીનું પ્રમાણ ધીરે ધીરે ઘટે અને અંતે નાબુદ થાય. (૪) જો NOTAને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તથા ધીમે ધીમે મતદાતાની વિચારધારા બદલાય સાથે સાથે રાજકીય પક્ષોએ પણ સકારાત્મક સુધારા કરવા ફરજિયાત બને તો આજે નહી તો કાલે રાજકારણ અને દેશની સ્થિતિમાં ખૂબ મોટો બદલાવ જોવા મળે.

NOTAના વિરોધમાં રહેલી દલીલો:
(૧) ઘણાદેશોએ શરૂઆતમાં NOTA અપનાવ્યો પરંતુ કેટલાક કારણોસર તેને રદ કરી દીધો. (૨) ઘણા દેશોમાં NOTA વિકલ્પને સૌથી વધુ મત મળતા બીજા ક્રમે આવેલ ઉમેદવાર ઓછા મત મળ્યા હોય તો પણ વિજેતા બની જતો. આ કિસ્સામાં ચૂંટણી પંચ પાસે ત્રણ જ વિકલ્પ હતાં – (a) બેઠકને ખાલી રાખવી (b) બેઠકને જીતેલા ઉમેદવારથી ભરી દેવી (c) ફરી ચૂંટણી યોજવી.

જો બેઠકને ખાલી રાખે તો ચૂંટણી યોજવાનો અર્થ સરતો નથી. ચૂંટણી માટે કરવામાં આવેલ ખર્ચ તેમજ મતદાતાએ ભોગવેલી હાલાકીનું કોઈ વળતર મળતું નથી અને બેઠક ખાલી હોવાથી જે તે મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કોઈને મળતું નથી.

આ કિસ્સામાં NOTAનું કોઈ મહત્વ જ રહેતું નથી કારણ કે લોકશાહીમાં જો મતદાતાના વિરોધને માત્ર નોંધવામાં આવે પરંતુ તેની પરિણામ પર કોઈ અસર ન આવે તો તે વાસ્તવિક લોકશાહી કેવી રીતે કહી શકાય? જે હાલમાં ભારતમાં જોવા મળે છે. આજે મતદાતા NOTA આપે છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી. વર્તમાન કાયદા અનુસાર NOTA કરતા જે ઉમેદવારને મત ઓછા મળ્યા હોય તેને વિજેતા ઘોષિત કરવામાં આવે છે.

એક જ બાબત માટે ફરી ચૂંટણી યોજવી તે એક ખર્ચાળ તેમજ વહીવટી દ્રષ્ટીએ પડકારરૂપ બાબત છે. ભારત જેવા દેશમાં જ્યાં બારેમાસ ચૂંટણી ક્યાંકને ક્યાંક યોજાતી રહે છે ત્યાં NOTAના કારણે ફરી ચૂંટણીઓ યોજાતી રહે તો દેશના નાગરિકો મત આપવામાંથી જ ક્યારેય નવરા ન પડે. વળી, આર્થિક નુકશાનનો બોજ સરકાર પર પડે જે દેશના નાગરિકોની કમર ઉપર કરવેરા સ્વરૂપે પડે. સરકારી તંત્ર અને ચૂંટણી પંચ ચૂંટણી યોજવામાં જ રહે અને અન્ય જરૂરી કામ કરવાનો સમય ન મળે.

એક વિચાર:

NOTA વિષે કેટલીક અગત્યની જાણકારી:

NOTA વિષે કેટલીક આંકડાકીય માહિતી: