Site icon hindi.revoi.in

પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીની મદદ માટે બનાવવામાં આવશે કોંગ્રેસ વર્કિંગ પ્રેસિડેન્ટની પોસ્ટ!

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં મોટી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની પેશકશ કરી હતી. પરંતુ તેને કોંગ્રેસ વર્કિંગ કમિટીએ માનવાનો ઈન્કાર કર્યો છે. સીબડલ્યૂસીના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષને પાર્ટી નેતૃત્વમાં મોટા પરિવર્તન કરવાની આઝાદી પણ આપી છે. એવા પણ અહેવાલ છે કે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને ધ્યાનમાં  રાખીને સીડબ્લ્યૂસીના અધ્યક્ષનું એક પદ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

રાહુલ ગાંધીને ચૂંટણીમાં હારના કારણો પર વિચાર કરવા અને પાર્ટીને મજબૂત બનાવવા માટે પ્રસ્તાવ આપવા તથા એક કાર્યયોજના તૈયાર કરવા માટે કમિટી બનાવવાનું પણ સૂચન આપ્યું છે. તેની સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે કમિટીના નિષ્કર્ષો અને પ્રસ્તાવની સામુહિક વિચારણા માટે પૂર્ણ સીડબલ્યૂસી બેઠકમાં રજૂ કરવા જોઈએ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે પાર્ટીના 24- અકબર રોડ ખાતેના મુખ્યમથક પર એક વર્કિંગ પ્રેસિડેન્ટ હાજર રહેવાથી પાર્ટી અધ્યક્ષને મદદ મળશે અને રાહુલ ગાંધીને દૈનિક કામકાજમાંથી મુક્તિ મળી શકશે. આનાથી પાર્ટી અધ્યક્ષ સંગઠન અને રાજકીય કામગીરી માટે દેશભરમાં યાત્રા કરી શકશે.

કેરળ અને પંજાબને બાદ કરતા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દેશભરમાં કમજોર સ્થિતિમાં આવી ગઈ છે. ગાંધી પરિવારથી બહારના કોઈ નેતાને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવાથી પાર્ટીની અંદર પણ યોગ્ય સંદેશો જશે, કારણ કે હાલ પાર્ટીની ટોચની નેતાગીરી પર ગાંધી પરિવારનું નિયંત્રણ છે. રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ છે, સોનિયા ગાંધી સીપીપીના સીપીપીના પ્રમુખ છે અને એઆઈસીસીના મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધી વાડ્રાને જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આખરી નિર્ણય લેવા માટે રાહુલ ગાંધીને સંપૂર્ણપણે અધિકાર આપતા કહ્યુ છે કે 1983માં કોંગ્રેસની દક્ષિણમાં હાર બાદ ઈન્દિરા ગાંધીએ વરિષ્ઠ નેતા કમલાપતિ ત્રિપાઠીને કોંગ્રેસ વર્કિંગ કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા.

રાહુલ ગાંધીના રાજીનામાને સીડબ્લ્યૂસીએ સર્વાનુમતે નકાર્ હતું અને પ્રિયંકા ગાંધીએ મીટિંગમાં કહ્યું હતું કે કોઈ એક વ્યક્તિને કોંગ્રેસની હારની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ નહીં. તેમણે પોતાના ભાઈને પાર્ટીની કમાન પોતાની પાસે જાળવી રાખવા માટે અપીલ કરી હતી. તેને કોંગ્રેસ વર્કિંગ કમિટી અને ગાંધી પરિવારના એક દિશામાં કાર્ય કરવાનો સંકેત માનવામાં આવે છે. ગાંધી પરિવારના વફાદારોનું કહેવું છે કે માત્ર રાહુલ ગાંધીનું દેશભરમાં આકર્ષણ છે અને તેઓ કોંગ્રેસને એક રાખી શકે છે.

રાહુલ ગાંધી અને એઆઈસીસીને કેન્દ્ર અને રાજ્યોના સ્તર પર નવા નેતાઓની એક ટીમ તૈયાર કરવી પડશે. રાહુલ ગાંધીની યુવા બ્રિગેડના મોટાભાગના સદસ્ય રાજકીયરીતે નબળા દેખાયા છે અને પાર્ટીના ઘણાં વરિષ્ઠ નેતાઓ પર હવે થાકોડો દેખાઈ રહ્યો છે.

Exit mobile version