Site icon hindi.revoi.in

કોંગ્રેસને આગામી બે માસમાં મળી જશે નવા અધ્યક્ષ, ગાંધી પરિવારના નહીં હોય સદસ્ય: સૂત્ર

Social Share

રાહુલ ગાંધીનો કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું પાછું લેવાનો ઈન્કાર કરાયા બાદ પાર્ટીએ નવા અધ્યક્ષની તલાશને તેજ બનાવી છે. એટલું જ નહીં ગાંધી પરિવારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રિયંકા ગાંધી પણ અધ્યક્ષ બનવાના નથી. રાહુલ ગાંધીએ ગત કાર્યસમિતિની બેઠકમાં એ સ્પષ્ટ કર્યું હતું કે તેમા પ્રિયંકા ગાંધીને ઘસડવામાં આવે નહીં, તો સોનિયા ગાંધી પોતાના સ્વાસ્થ્યને કારણે પહેલા જ પાર્ટીમાં પોતાની સક્રિયતા ઓછી કરી ચુક્યા છે. તેવામાં કોંગ્રેસના મોટા સૂત્રનું માનીએ તો કોંગ્રેસના આગામી અધ્યક્ષ ગાંધી પરિવાર સિવાયના હશે અને આગામી બે માસમાં નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. હવે કોંગ્રેસમાં આવા નામ પર વિચારણા થઈ રહી છે. આ નામ કે  જેના પર ગાંધી પરિવારની પણ મૂક સંમતિ હોય અને તે બાકીના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પણ સ્વીકાર્ય હોય. તો શું કોંગ્રેસના આગામી અધ્યક્ષ મહારાષ્ટ્રમાંથી બનાવી શકાય છે?

ઘણાં જાણકારોનું માનવું છે કે આ શક્ય બની શકે છે, કારણ કે ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને એક મહારાષ્ટ્રીયન અધ્યક્ષ પાર્ટી માટે સારો હશે. ત્યારે હવે એ વાત પર પણ વિરામ લાગી ગયું છે કે રાહુલ ગાંધી હાલ ફરીથી અધ્યક્ષ પદે વાપસી કરી શકે તેમ છે. કોંગ્રેસની પાસે અત્યારે કોઈ અધ્યક્ષ નથી, તેના કારણે ઘણાં રાજ્યોમાં પાર્ટીમાં ગેરશિસ્ત વધી રહી છે અને હવે દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના મોટા નેતાઓને લાગે છે કે અધ્યક્ષ પદને લઈને ભ્રમની સ્થિતિ પેદા થઈ ચુકી છે, તેને સમાપ્ત કરવી પાર્ટીના હિતમાં છે.

આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે હું સંસદમાં જવાબદારી લેવા માટે તૈયાર છું. પરંતુ પાર્ટી એક માસની અંદર નવો અધ્યક્ષ પસંદ કરી લે. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીએ 25 મેના રોજ થયેલી સીબડબ્લ્યૂસીની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટીના સફાયાને લઈને વિશેષપણે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રો અને મીડિયામાં આવેલા અહેવાલો પ્રમાણે, સીડબ્લ્યૂસીની બેઠકમાં રાહુલ ગાંધીએ ગહલોત, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાત અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ સહીતના કેટલાક મોટા પ્રાદેશિક નેતાઓનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે આ નેતાઓએ સંતાનો અને સગા-સંબંધીઓને ટિકિટ અપાવવાની જીદ કરી અને તેમને જ ચૂંટણી જીતાડવામાં લાગેલા રહ્યા હતા અને બીજા સ્થાનો પર ધ્યાન આપ્યું નહીં.

આ બેઠકમાં હારની નૈતિક જવાબદારી લેતા રાહુલ ગાંધીએ રાજીનામાની પેશકશ કરી હતી. જો કે સીડબ્લ્યૂસીએ પ્રસ્તાવ પારીત કરીને તેને સર્વસંમતિથી નામંજૂર કર્યો અને પાર્ટીમાં આમૂલચૂલ પરિવર્તન માટે તેમને અધિકૃત કર્યા હતા.

Exit mobile version