કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા બાદ ધારાસભ્ય રોશન બેગે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યા છે. રોશન બેગે કહ્યુ છે કે મને રાહુલ ગાંધી પર દયા આવે છે. રાહુલ ગાંધીએ પાર્ટીના સૌથી ખરાબ પ્રદર્શનને કારણે પદ છોડી દીધું. મે રાહુલ ગાંધીની મજાક કરી નથી. તેઓ (રાહુલ ગાઁધી) એ નેતાઓ સામે કાર્યવાહી કેમ કરી રહ્યા નથી કે જેમણે કે. એચ. મુનિયપ્પાની વિરુદ્ધ કામગીરી કરી છે?
રોશન બેગે દાવો કર્યો છે કે તેમણે પોતાના નેતાઓ સંદર્ભે જે જણાવ્યું છે, તે પાર્ટીના કાર્યકર્તાઓની સામાન્ય ભાવના છે.
રોશન બેગે કહ્યુ છે કે હું આજે માત્ર પાર્ટી સંદર્ભે વાત કરીશ. કાલે ખબર પડી કે મને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હું પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ જેવા કે રામલિંગ રેડ્ડી, મલ્લિકાર્જૂન ખડગે સાથે મુલાકાત કરીશ.
તેમણે સવાલ કર્યો છે કે કે. એચ. મુનિયપ્પાને હરાવવા માટે સ્વતંત્ર ઉમેદવાર સુમલથા માટે કામ કરનારાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી શા માટે કરવામાં આવી નથી? મે એ સુનિશ્ચિત કર્યું છે કે મારા મતવિસ્તારમાંથી પાર્ટીને સારી બહુમતી મળે. પાર્ટીએ પારદર્શક થવું પડશે.