Site icon hindi.revoi.in

સોનિયા ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી, મોદી સરકાર પર સાધ્યું નિશાન

Social Share

કોંગ્રેસની બેઠકમાં આર્થિક મંદી પર ચિંતા કરાઈ વ્યક્ત

મનમોહનસિંહ પણ બેઠકમાં રહ્યા હતા ઉપસ્થિત

ફાઈલ તસવીર

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે પાર્ટીના નેતાઓની સાથે બેઠક કરી છે. કોંગ્રેસના મુખ્યમથકમાં થયેલી બેઠકમાં સોનિયા ગાંધીએ આર્થિક મંદીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ બેઠકમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા. સોનિયા ગાંધીએ નેતાઓને કહ્યું કે દેશ આર્થિક મંદીની સામે ઝઝૂમી રહ્યો છે અને આ સંકટની ઘડીમાં આપણે જનતાનો અવાજ બનવું પડશે.

સૂત્રો પ્રમાણે, સોનિયા ગાંધીએ મોદી સરકાર પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપની સરકાર રાજકીય કિન્નાખોરીથી પોતાના રાજકીય વિરોધીઓને નિશાન બનાવી રહી છે. આપણા માટે આ પરીક્ષા છે અને આપણે દેશ માટે ગળાડૂબ થઈ કામ કરવું પડશે.

આ બેઠકમાં સોનિયા ગાંધીની સાથે કેપ્ટન અમરિન્દર સિંહ, પ્રિયંકા ગાંધી, અશોક ગહલોત, સચિન પાયલટ અને મનમોહન સિંહ સહીત અન્ય નેતાઓ હાજર છે. સોનિયા ગાંધીએ બેઠકમાં સદસ્યતા અભિયાન પર પણ ખાસ જોર આપ્યું છે. જો કે આ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ હાજર રહ્યા ન હતા. જ્યાં એક તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો ચાલુ છે, તો બીજી તરફ મધ્યપ્રદેશમાં રાજકીય ધમાસાણની સ્થિતિ છે.

બેઠકમાં એકનાથ ગાયકવાડે કહ્યુ કે યુપીએના અધ્યક્ષે જ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓના પાર્ટી છોડવા મામલે ચર્ચા કરી હતી. રાજ્ય વિધાનસભા ચૂંટણી માત્ર બે મહીના દૂર છે. ઉર્મિલા માતોંડકરે મંગળવારે કોંગ્રેસ છોડી દીધી છે. તે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીમાં સામેલ થઈ હતી અને તેણે પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી હતી. જો કે ચૂંટણીમાં તેની હાર થઈ હતી.

Exit mobile version