Site icon hindi.revoi.in

કોંગેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ તિહાડ જેલ પહોચ્યાઃ ચિદમ્બરમ સાથે કરી મુલાકાતે

Social Share

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રઘાનમંત્રી મનમોહન સિંહ તિહાડ જેલમાં ચિદમ્બરમની મુલાકાત કરવા માટે આવી પહોંચ્યા હતા,સાથે સાથે ચિદમ્બરના પુત્ર અને કોંગ્રેસ સાંસદ કાર્તિએ પણ તિહાડ જેલમાં પોતાના પિતાની મુલાકાત લીધી હતી.ઉલ્લેખનીય છે કે 5મી સપ્ટેમ્બરના રોજથી પૂર્વ નાંણામંત્રી પી.ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં ન્યાયિક હીરાસતમાં તિહાડની જેલમાં બંધ છે. જ્યારે સાનિયા ગાંધી અને મનમાહન સિંહ તિહાડ જેલમાં તેમની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા તે જ સમયે પી ચિદમ્બરમના પુત્ર પણ તિહાડ જેલમાં આવી પહોંચ્યા હતા.

ચિદમ્બરમ પર આરોપ છે કે, નાણાં પ્રધાન પદ સંભાળતાં સમયે 2007મા આઈએનએક્સ મીડિયાને 305 કરોડની લાંચ લઈને વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ પાસેથી મંજૂરી અપાવવામાં આવી હતી. આ કેસમાં ચિદમ્બરમ સીબીઆઈ અને ઇડીની તપાસનો સામનો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 18 સપ્ટેમ્બરે કાર્તિ ચિદમ્બરમ તેના પિતાને મળવા માટે તિહાડ જેલમાં હતા. તે સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને અહેમદ પટેલે તેમની સાથે પી ચિદમ્બરમની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

20મી સપ્ટેમ્બરના રોજ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન કોર્ટે પી. ચિદમ્બરમને એક મોટો ઝટકો આપ્યો હતો અને તેમની ન્યાયિક કસ્ટડીને 3 ઓક્ટોબર સુધી લંબાવી હતી, આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમને અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે મોકલ્યા હતા. ચિદમ્બરમ 5મી સપ્ટેમ્બરથી તિહાર જેલમાં બંધ છે.

Exit mobile version