Site icon hindi.revoi.in

કોંગ્રેસ અધ્યક્ષ શશિ થરુરે પોતાની જ પાર્ટીને બતાવ્યો અરીસો,કહ્યું કંઈક આવું,

Social Share

નવી દિલ્હીઃ-કોંગ્રેસ પાર્ટીમાં આ  દિવસોમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને રાજનીતિમાં ગરમાટો જોવા મળે છે, કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી માટે ચારે બાજુ અટકળો થઈ રહી છે,કોંગ્રેસ કાર્યકરો અત્યાર સુધી અધ્યક્ષને પસંદ કરવા માટે કોઈ નિર્ણય નથી લઈ શકયા,ત્યારે આ મસય દરમિયાન કોંગ્રેસના વરિષ્ટ નેતા શશિ થરુરે એક નિવેદન આપ્યુ છે, થરુરે આ નિવેદનમાં કહ્યું કે , “માત્ર ચૂંટણી જ એક એવો રસ્તો છે કે જેના દ્રરા કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી થઈ શકે”, વાત તેમણે એક સમાચાર પત્રને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવી હતી.

એક સમાચાર પત્રને આપેલા ઈન્ટરવ્યૂમાં થરુરેને કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી માટે એક સવાલ પૂછવામાં આવ્યો હતો,પત્રકાર દ્વારા સવાલ એમ પૂછવામાં આવ્યો હતો કે,’કોંગ્રેસના નેતૃત્વ પર સંકટનો સમય ચાલી રહ્યો છે,તો આપ  ચૂંટણી માટે શું વિચારો છો ?, તેના માટે આગળનો રસ્તો શું હોઈ શકે છે’

ત્યારે આ  સવાલના જવાબમાં થરુરે કહ્યું કે ,”મારા મત મુજબ ચૂંટણી યોજવી તે જ આગળનો રસ્તો છે,અમારામાંથી કોઈ પણ જવાબ આપી શકે છે, પરંતુ આનો અર્થ એવો નથી કે જે કાર્યકર્તાઓની ઇચ્છાને પ્રતિબિંબિત કરે. આપણે લોકતંત્રમાં અલોકશાહી પક્ષ નથી બની શકતા.અમે લોકશાહીના સ્થાન અને લોકશાહીના અધિકાર માટે લડી રહ્યા છીએ”.

તેમણે તેમની વાતમાં વધુ ઉમેર્યું કે ‘જો કે રાહુલ ગાંધી, સર્વસંમત પસંદગી છે, તો તેમની કમનસીબ વિદાય પર પુનર્વિચાર કરવાનો સંપૂર્ણપણે ઇનકાર કરાયો છે, અમારી પાસે પ્રક્રિયાને ખોલવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી. અમારી પાસે ઘણા બધા ઉમેદવારો છે.’ આ જવાબ આપીને શશિ થરુરે સાફ શબ્દોમાં પાર્ટીને જ પોતાનો ચહેરો બતાવ્યો છે અને નવા અધ્યક્ષની પસંદગી માટે ચૂંટણીને જ આગળનો માર્ગ કહ્યો છે.

Exit mobile version