Site icon Revoi.in

કોંગ્રેસ પર યોગેન્દ્ર યાદવ ઉકળ્યા, “આવી પાર્ટીને સમાપ્ત થઈ જવું જોઈએ”

Social Share

2019ની લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામોમાં જેવી રીતે એનડીએને ભારે બહુમતી મળતી દેખાઈ રહી છે, તેને જોતા સ્વરાજ ઈન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વિરુદ્ધ બેહદ આકરી ટીપ્પણી કરી છે.

યોગેન્દ્ર યાદવે કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીને હવે સમાપ્ત કરી દેવી જોઈએ. યાદવે કહ્યુ છે કે કોંગ્રેસને હવે ખતમ કરી દેવી જોઈએ. આ ચૂંટણીમાં જો કોંગ્રેસ ભાજપને રોકવામાં અસમર્થ સાબિત થાય છે, તો તેનો અર્થ છે કે તેનું ભારતીય ઈતિહાસમાં કોઈપણ સકારાત્મક યોગદાન નથી. રવિવારે ઈન્ડિયા ટુડેની સાથે એક્ઝિટ પોલ પર વાતચીત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યુ હતુ કે આજની તારીખમાં આ (કોંગ્રેસ) વિકલ્પ આપવાના માર્ગમાં સૌથી મોટા પ્રમાણમાં અડચણ છે.

યોગેન્દ્ર યાદવ આમ આદમી પાર્ટીના ફાઉન્ડિંગ મેમ્બરમાંથી એક હતા અને તેઓ કેન્દ્રમાં કોંગ્રેસના રહેતા મહાગઠબંધનની ભૂમિકા પર શંકા કરતા રહ્યા છે. ઘણીવાર તેઓ વિપક્ષના રાજકીય પક્ષોની ટોચની લીડરશિપની કઠોર શબ્દોમાં ટીકા પણ કરતા રહે છે અને તેમને સમાનપણે બિન-લોકતાંત્રિક અને ભ્રષ્ટ ગણાવતા રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ છે કે દેશને કોંગ્રેસ વગરના મજબૂત વિકલ્પની જરૂરત છે. મહત્વપૂર્ણ છે કે અલગ-અલગ એક્ઝિટ પોલને એકઠા કરીને કરવામાં આવેલા પોલમાં પણ ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને 52 બેઠકોમાંથી 302 બેઠકો પ્રાપ્ત થઈ રહી છે.

જો કે પોતાના એક ટ્વિટમાં યોગેન્દ્ર યાદવે કોંગ્રેસની ઐતિહાસિક પ્રાસંગિકતાને પડકારતા નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે કહ્યુ છે કે મારી ટીપ્પણી ભારતીય ઈતિહાસમાં કોઈ સકારાત્મક ભૂમિકાને લઈને કન્ફ્યૂઝનની સ્થિતિ બની ગઈ છે. હું નિશ્ચિતપણે આઝાદી પહેલા કોંગ્રેસ અને તેના પછીની મહાન ભૂમિકાને નામંજૂર કરી શકું નહીં. મારું તાત્પર્ય હતું કે તેની (કોંગ્રેસની) ઈતિહાસને લઈને હવે કોઈ સકારાત્મક ભૂમિકા રહી ગઈ નથી. હું આ નિવેદન પર કાયમ છું.

એનડીટીવી પ્રમાણે, યોગેન્દ્ર યાદવના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા ખુશ્બૂ સુંદરે ટ્વિટ કર્યું હતું કે હું કોંગ્રેસ છું. હું ભારત છું. તમારા જેવાની આવી ખ્વાહિશ રાખવાથી હું મરવાની નથી. તમારાથી બેહદ નિરાશ છું યોગેન્દ્ર યાદવજી. દુષ્ટોને રોકવાનું કર્તવ્ય માત્ર કોંગ્રેસના જ ખભા પર કેમ છે? તેના માટે તમામ શક્તિઓને એક સાથે આવવું પડશે. યાદ રહે કે ધ્વસ્ત કરવાની અપક્ષાએ સર્જન કરવામાં વધારે સમય લાગે છે.