Site icon hindi.revoi.in

હારતી કોંગ્રેસની જવાબદારી ચાલુ રાખવા 51 સાંસદો પણ રાહુલ ગાંધીને મનાવી શક્યા નહીં, કહ્યુ- હવે નહીં રહું પાર્ટી અધ્યક્ષ

Social Share

નવી દિલ્હી: યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બુધવારે કોંગ્રેસના લોકસભાના સાંસદોની બેઠક યોજા હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર હતા. બેઠકમાં કોંગ્રેસના બાકીના 51 સાંસદોએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પાછું લેવા મનાવવાની કોશિશ કરી હતી. પરંતુ રાહુલ ગાંધી માન્યા નથી અને તેમણે કોંગ્રેસના સાંસદોને ક્હ્યુ છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ નહીં રહે.

કોંગ્રેસના સાંસદ શશી થરુર અને મનીષ તિવારીએ રાહુલ ગાંધીને અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા માટે તર્ક આપતા કહ્યુ હતુ કે હારની જવાબદારી માત્ર પાર્ટી અધ્યક્ષની નથી, પરંતુ સામુહિક છે. પરંતુ રાહુલ ગાંધી તેમ છતાં પણ હારની નૈતિક જવાબદારી પોતાની માનતા અધ્યક્ષ તરીકે ચાલુ નહીં રહેવાના ફેંસલાનો પુનરોચ્ચાર કર્યો હતો. બેઠકમાં પણ 51 સાંસદોએ અપીલ કરી હતી. પરંતુ રાહુલ ગાંધી તેમની વાત માનવા માટે તૈયાર ન હતા.

તો બીજી તરફ યૂથ કોંગ્રેસના સદસ્યો પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર એકઠા થયા છે. તેમણે રાહુલ ગાંધીને રાજીનામું પાછું લેવા અને પાર્ટી અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા માટે માગણી કરી છે.

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 52 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત તમામ 52 સાંસદ હાજર રહ્યા હતા.

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદથી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપવા પર અડગ છે. તેના પહેલા પણ કોંગ્રેસની બેઠકોમાં તેઓ રાજીનામાની વાત કરી ચુક્યા છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પણ રાહુલ ગાંધીએ પદ છોડવાની વાત કરી હતી. તેને કોંગ્રેસ કાર્યસમિતિએ નામંજૂર કરી હતી. આ બેઠકમાં પણ રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ હતા.બાદમાં કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યુ હતુ કે તમારો વિકલ્પ નથી.

કોંગ્રેસ કાર્યસમિતિના સદસ્યોએ રાહુલ ગાંધીને કહ્યુ હતુ કે આવા મુશ્કેલ સમયમાં પાર્ટીને તમારા માર્ગદર્શનની જરૂરત છે. માટે તે પાર્ટી અધ્યક્ષના પદ પર યથાવત રહે. આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેમના સ્થાન પર પ્રિયંકા ગાંધીનું નામ પણ પ્રસ્તાવિત કરવામાં આવે નહીં. તેની સાથે જ કોઈ ગાંધી પરિવાર સિવાયના નેતાને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે. પરંતુ કાર્યસમિતિએ રાહુલ ગાંધીની વાતને સ્વીકારી નથી.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ છે કે રાહુલ ગાંધીને હવે એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ પાર્ટીમાં પોતાની ઈચ્છા પ્રમાણે ચાહે તેવા સંગઠનાત્મક પરિવર્તન કરી શકે છે.

Exit mobile version