જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે આજે જે સંસદમાં થઈ રહ્યું છે, તે બંધારણીય અત્યાચાર છે. ગૃહ પ્રધાન અમિત શાહે જ્યારે તેમને સવાલ કર્યો કે તેઓ જણાવે કે આર્ટિકલ 370 હટાવવાના પક્ષમાં છો કે વિપક્ષમાં? તો તિવારીએ જવાબમાં ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેનું ઉદાહરણ આપ્યું હતું.
તિવારીએ કહ્યુ કે અંગ્રેજી પુસ્તક છે. જેમાં લખ્યું છે કે દરેક વસ્તુ કાળી અને સફેદ હોતી નથી. તેમા ગ્રેના 50 શેડ્સ હોય છે. મનીષ તિવારીએ ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેનો ઉલ્લેખ કર્યો હતો. તેની સાથે મનીષ તિવારીએ અમિત શાહે જવાબ આપતા કહ્યુ કે જમ્મુ-કાશ્મીર બંધારણીય સભાની મંજૂરી વગર કલમ-370 નામંજૂર કરી શકાય નહીં.
મહત્વપૂર્ણ છે કે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેના લેખિકા ઈંગ્લેન્ડના ઈ. ઈલ. જેમ્સ છે. પુસ્તક 2011માં પ્રકાશિત થયું હતું. પબ્લિશ થયા બાદ તે રાતોરાત ચર્ચામાં આવ્યું હતું. પુસ્તક એટલું લોકપ્રિય થયું કે તેને દુનિયાભરના સાત કરોડથી વધારે લોકોએ ખરીદ્યું અને વાંચ્યું. પુસ્તકના ત્રણ ભાગ છે- 1. ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે 2. ફિફ્ટી શેડ્સ ઓફ ફ્રીડ 3. ફિફ્ટી શેડ્સ ઓફ ડાર્કર.
આ પુસ્તકમાં સેક્સના ઘણાં સ્વરૂપો સંદર્ભે વાત કરવામાં આવી છે. તેની લેખિકાએ આ પુસ્તકની સફળતાનું રહસ્ય પણ જણાવ્યું. લેખિકાએ જણાવ્યું હતું કે મહિલાઓને એક સારી પ્રેમ કહાની પસંદ આવે છે અને ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે દિલથી આવા પ્રકારની પ્રેમ કહાની છે.
ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે પુસ્તક પર એક ફિલ્મ પણ બની છે. આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી. ફિલ્મ એક સીધી-સાદી યુવતી એનસ્તેશિયા અને એક બિઝનસ ટાયકૂન ખ્રિશ્ચિયન ગ્રે પર આધારીત છે. ખ્રિશ્ચિયન ગ્રે અનાથ હોય છે, તેને અમીર માતાપિતા પાળે-પોષે છે. અહીં જ બંને નજીક આવે છે અને બંને વચ્ચે સંબંધ બંધાય છે.