1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપમાં એન્ટ્રી તો દિલ્લીમાં સાંસદ અહેમદ પટેલના ઘરે EDની રેડ
ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપમાં એન્ટ્રી તો દિલ્લીમાં સાંસદ અહેમદ પટેલના ઘરે EDની રેડ

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપમાં એન્ટ્રી તો દિલ્લીમાં સાંસદ અહેમદ પટેલના ઘરે EDની રેડ

0

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પુર્ણ થયે થોડા જ દિવસો થયા છે ત્યારે કોંગસને હવે વધારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા જેમાંથી 5 ધારાસભ્યોએ હવે કેસરી ખેસ ધારણ કરી લીધો છે.

કોંગ્રેસના આ 5 ધારાસભ્યોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડાનારા પાંચ ધારાસભ્યોના નામ આ પ્રમાણે છે જેમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડિયા, મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.

સૂત્રો મુજબ મળતી માહિતી અનુસાર ભાજપ પેટાચૂંટણીમાં મોટા ભાગના આના આ જ ધારાસભ્યોને મેદાનમાં ઉતારી શકે છે તો કેટલાક કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર હંમેશા માટે ભૂતપૂર્વ ધારાસભ્યો બનીને રહી શકે છે.

ગુજરાતમાં તો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પછી રાજકીયા વાતાવરણ ગરમ છે પરંતુ બીજી તરફ દિલ્લીમાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના ઘરે EDની રેડ પડી છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલની સાંદેસરા બ્રધર્સ મની લોંડરિંગ કેસમાં પૂછતાછ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઈન્વસ્ટિગેશનમાં વિટનેસ દ્વારા કેટલાક લોકોના નામ લેવામાં આવ્યા છે જેમાં ચેતન સાંદેસરા, અહેમદ પટેલ, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ ઈરફાન સિદ્દિકીના નામ છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.