લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાની પેશકશસ કરી હતી. પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓના મનાવ્યા બાદ રાહુલ ગાંધી કેટલાક દિવસો સુધી પાર્ટીના અધ્યક્ષ પદે રહેવા માટે સંમત થયા હતા.
તેમ છતાં રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવાને લઈને અહેવાલો આવતા રહે છે અને તેઓ પોતાના નિર્ણય પર અડગ હોવાનો દાવો પણ કરવામાં આવે છે.
બુથવારે યૂથ કોંગ્રેસને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આજે નહીં તો આવતીકાલે અધ્યક્ષ પદ છોડી દેશે.
રાહુલ ગાંધીએ ક્હ્યુ છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેશે નહીં. પરંતુ તેઓ ક્યાંય જશે નહીં અને મજબૂતાઈથી લોકોની લડાઈ લડશે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે એ વાતનું મને દુખ છે કે મારા રાજીનામા બાદ કોઈ મુખ્યપ્રધાન, મહાસચિવ અથવા પ્રદેશ પ્રમુખોએ હારની જવાબદારી લઈને રાજીનામું આપ્યું નથી.
બુધવારે યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સામે એકઠા થયા હતા અને તેમને રાજીનામું નહીં આપવાની વિનંતી કરી હતી. પરંતુ રાહુલ ગાંધીએ તેમની માગણીનો અસ્વીકાર કર્યો હતો.