Site icon Revoi.in

આસામમાં સાંપ્રદાયિક હિંસા: રસ્તા પર નમાજ પઢવાના મામલે થયો વિવાદ, હાલાકાંડી શહેરમાં કર્ફ્યુ

Social Share

આસામના હાલાકાંડી જિલ્લામાં સાંપ્રદાયિક હુલ્લડમાં એક વ્યક્તિનું મોત અને 14 અન્ય લોકોના ઘાયલ થયા પછી શુક્રવારે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો અને શાંતિ જાળવી રાખવા માટે સેનાને બોલાવવામાં આવી છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ડેપ્યુટી કમિશ્નર કીર્તિ જલ્લીએ કહ્યું કે કર્ફ્યુ જિલ્લામાં સાંજે 6 વાગ્યાથી 12 મેના રોજ સાંજે સાત વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. કેટલાક જૂથો હિંસા આચરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને માનવજીવન અને સંપત્તિને ગંભીર નુકસાન થવાનો અંદેશો છે. આ પહેલા હુલ્લડ પછી ફક્ત હાલાકાંડીમાં બપોરના એક વાગ્યાથી અનિશ્ચિત મુદત માટે કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લા એડમિનિસ્ટ્રેશને બે સમુદાયોના સભ્યો વચ્ચે રમખાણ થયા પછી સેનાની મદદ માંગી. આ સમુદાયો વચ્ચે એક મસ્જિદની સામે રસ્તા પર નમાજ પઢવા સામે વિરોધને લઈને ઝઘડો થયો.

તેમણે જણાવ્યું કે ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ ઘાયલ થયા જેમાંથી ત્રણની પરિસ્થિતિ ગંભીર હતી. આખા શહેરમાં થયેલા રમખાણમાં 15થી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને 12 દુકાનોમાં તોડફોડ પછી આગ લગાવી દેવામાં આવી. આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે એક ઘાયલ વ્યક્તિનું સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રાતે મોત થઈ ગયું.