Site icon hindi.revoi.in

અફઘાનિસ્તાનમાં એરફોર્સના બે હેલિકોપ્ટરો વચ્ચે ટક્કર – 15 લોકોએ ગુમાવ્યા જીવ

Social Share

અફઘાનિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, અહીની મીડિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મંગળવારની રાતે દક્ષિણી હેલમંદના નવા જીલ્લામાં અફઘાન વાયુસેનાના બે હેલિકોપ્ટરો વચ્ચે ટક્કર થઈ હતી, આ અકસ્માતમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની જાણ થઈ છે.

આ અંગે ટોલો ન્યૂઝમાં રિપોર્ટ થયેલી માહિતીના આઘારે જો વાત કરીએ તો,  હેલિકોપ્ટરના માધ્યમથી કમાન્ડરોને સુરક્ષિત જગ્યાઓ પર ઉતારવામાં આવી રહ્યા છે,  સાથે જ ઈજાગ્રસ્ત થયેલા જવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે, બે હેલિકોપ્ટરો વચ્ચે જોરદાર ટક્કર થતા આ ઘટના સર્જાઈ હતી જેમાં 8 લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાયલ તરફથી આ અકસ્માતને લઈને હજુ કોઈ પણ પ્રકારની ટિપ્પણી  કરવામાં આવી નથી, આ સાથે પ્રાંત ગવર્નર પ્રવક્તા ઓમર ઝવાક નવા જીલામાં અકસ્માત અંગે પુષ્ટી કરી રહ્યા છે ,જો કે હજુ આ અંગે કોઈ માહિતી જારી કરવામાં આવી નથી.

સાહીન-

Exit mobile version