Site icon hindi.revoi.in

CM યોગીએ કર્યું નીરા રાડિયાની મોબાઈલ હોસ્પિટલનું ઉદ્ધાટન-ટ્વિટ કરીને પછી તરત નીરાનો ફોટો કર્યો ડિલીટ

Social Share

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારના રોજ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પરિષદમાં મોબાઈલ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું,આ હોસ્પિટલ નયતિ હેલ્થ કેર નામની સંસ્થા દ્રારા ચલાવવામાં આવશે, આ દ્ધાટન કરતા સમયે યોગીઆદિત્યનાથ સાથે નીરા રાડિયા પણ નઝરે ચડી હતી.

મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી મળેલી સુચનામાં કહેવામાં વ્યું કે ,મુખ્યમંત્રી @myogiadityanathએ નયતિ હેલ્થ કેર દ્રારા સંચાલિત મોબાઈલ હોસ્પિટલ કાશી વિશ્વનાથ મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું, આ પ્રસંગે તેમણે લોકોને શારદીય નવરાત્રીની શુભકામના પણ પાઠવી

પહેલા ટ્વિટર પર ફોટો શૅર કર્યો અને થોડી વારમાં તે પોસ્ટ ડિલીટ કરી

આ પહેલા યોગી અને નીરા રાડિયાનો ફોટો મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો હતો અને સાથે સુચના જાહેર કરવામાં આવી હતી.ત્યાર બાદ સોશિયલ મીડિયા ઉઠેલા કેટલાક પ્રશ્નોના કારણે જૂની ટ્વિટને કાઢી નાખંવામાં આવી,

અને ફરી કરેલ ટ્વિટમાં  નવા ફક્ત નીરા રાડિયાનો ફોટો હટાવીને માત્ર હોસ્પિટલના ફોટોઝ મુકવામાં આવ્યા હતા.કાશી વિશ્વનાથ મંદિર પરિશરમાં શરૂ થયેલી આ મોબાઇલ હોસ્પિટલમાં  ડોકટરો, નર્સો, ટેકનિશિયન અને પેરામેડિકલ સ્ટાફ સહિત 25 લોકોની ટીમ ઉપલબ્ધ રહેશે, જરૂર પડવા પર પડે અહિયા આવેલા  ભક્તોને હોસ્પિટલના પરિસરમાં જ સારવાર મળશે. આ હોસ્પિટલ સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલું રાખવામાં આવશે.

યૂપીમાં હેલ્થ કેર ચેનની શરુઆત કરનાર નીરા રાડિયા કોણ છે ચાલો જાણીયે

કોર્પોરેટ ઘરાનાથી સંબધીત નીરા રાડિયા ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધોને વધારવાના સતત પ્રયત્નો કરી રહી છે,વર્ષ 2016માં નયતિ હેલ્થ કેર સંસ્થાનું નિર્માણ કરીને તે આરોગ્ય ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું,યૂપીમાં  હોસ્પિટલની સાંકળ રચવાની શરુઆત તેમણે 2016મા મથુરાથી કરી હતી,જે ફેબ્રુઆરી 2016મા 351 બેડનો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમની સંસ્થાએ શરુ કરી આ હોસ્પિટલનું ઉદ્ધાટન કરવા રતન ટાટા હાજર રહ્યા હતા.

નીરા રાડિયા દેશના ઘણા મોટા કોર્પોરેટ ગૃહો માટે લોબિગ કંપનીઓ ચલાવી રહી છે. હાલમાં તેઓ નયતિ હેલ્થકેર દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત છે. ભારતીય મૂળ નીરા શર્માનો જન્મ કેન્યામાં થયો હતો. બાદમાં તેણે જનક રાડિયા સાથે લગ્ન કર્યા પછી  તેની ઓળખ નીરા રાડિયા તરીકે જોહેર થી.

વર્ષ 2009મા ઈનકમટેક્સ વિભાગે તેમના ઘણા ફોન ટેપ કર્યા હતા ત્યારે નીરા રાડિયા દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. જેમાં નેતાઓ સાથે મોટા પત્રકારો સાથે વાતચીત થઈ હતી. તેમાં 2 જી સ્પેક્ટ્રમ, કેબિનેટ ફેરબદલ વગેરેને સંબંધિત વાતો હતી. ફોન ટેપ લિક થવાની ઘટનાએ દેશના રાજકારણમાં હંગામો મચાવ્યો હતો.

Exit mobile version