- સીએમ યોગીને જાનથી મારી નાખવાની મળી ધમકી
- પોલીસે આરોપી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી
- પોલીસે આરોપીની કરી ધરપકડ
લખનઉં: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે એક બાળકએ રમત-રમતમાં મેસેજ મોકલીને સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીનો આ મેસેજ યુપી 112 હેલ્પડેસ્કના વોટ્સએપ નંબર પર આવ્યો છે. જેમાં તેણે યોગીને ધમકી આપતા અપશબ્દોનો પ્રયોગ કર્યો છે. સુચના મળતાની સાથે જ પોલીસ તુરંત જ સક્રિય થઈ ગઈ હતી. કેસ નોંધાયા પછી આરોપીની સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનની પોલીસે અટકાયત કરી હતી. તેની પાસેથી મોબાઈલ અને સિમ મળી આવી છે. જો કે,પોલીસ પૂછપરછમાં વ્યસ્ત છે.
અગાઉ 21 મેના રોજ સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી યુપી પોલીસના 112 મુખ્યાલયમાં એક વોટ્સએપ મેસેજ દ્વારા મળી હતી. તેમાં લખ્યું હતું કે, ‘હું સીએમ યોગીને બોમ્બથી મારી નાખવાનો છું, તેઓ મુસ્લિમોના જીવનનો દુશ્મન છે’ .તેની શરૂઆતની તપાસ બાદ ઇન્સ્પેક્ટર ગોમતીનગર વતી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખવામાં આવી હતી. આઈપીસીની કલમ 505 (1) (બી),506 અને 507 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સીએમ યોગી સખત સુરક્ષાના ઘેરામાં ધેરાયેલા રહે છે. તેમની સુરક્ષા માટે ચોવીસ કલાક કમાન્ડો જવાન તૈનાત રહે છે. જયારે યોગી આદિત્યનાથ સાંસદ હતા ત્યારે પણ તેમની સુરક્ષા ખૂબ જ ચુસ્ત હતી. તે હંમેશાં એક વિશેષ સુરક્ષાના ઘેરામાં જ ચાલે છે. તેમ છતાં આ ધમકીભર્યા મેસેજને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.
_Devanshi