1. Home
  2. revoinews
  3. ભગવાન જગન્નાથજીના રથની CM રૂપાણીએ કરી પહિંદવિધી
ભગવાન જગન્નાથજીના રથની CM રૂપાણીએ કરી પહિંદવિધી

ભગવાન જગન્નાથજીના રથની CM રૂપાણીએ કરી પહિંદવિધી

0

અમદાવાદઃ શહેરની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી આપી નથી. જેથી ભગવાનના રથને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદવિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. કોરોના મહામારીને ગુજરાત અને દેશ ઝડપથી મુક્ત થાય તેવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ પહિન્દવિધિ બાદ જણાવ્યું હતું કે, આજના પવિત્ર દિવસે વર્ષોની પ્રણાલિકા પ્રમાણે દરવખતે ભગવાન નગરચર્યા પર નીકળે છે. આ વખતે ભગવાન નગરયાત્રાએ નીકાળી શક્યા નથી. ગઇકાલે ઓરિસ્સાની યાત્રા માટે રિસ્ટ્રિક્શન સાથે હાઇકોર્ટે મંજૂરી આપી જેથી. આપણે પણ આ રીતેની રથયાત્રા માટે મંજૂરી માંગી હતી. મોડીરાત સુધી સુનાવણી ચાલી અને હાઇકોર્ટે મંજૂરી આપી નહીં. રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી અને કર્ફ્યૂની પણ તૈયારી બતાવી હતી પરંતુ મંજૂરી મળી નથી. જેથી મંદિર પરિસરમાં જ રથ પ્રદક્ષિણા કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આવી મહામારીના સમયમાં પણ મંદિરના મહંત દીલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના આગેવાનોએ આ વ્યવહારૂ રસ્તો કાઢ્યો છે. ભાગવાન જગન્નાથ કોરોનાની મહામારીમાંથી દેશ અને ગુજરાતને જલ્દી મુક્ત કરવા પ્રાર્થના કરી છે. આપણું ગુજરાત વધુને વધુ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી છે. આ સાથે કચ્છીઓનું નવું વર્ષ છે, સમગ્ર વિશ્વમાં વસતા કચ્છીઓને પણ નવા વર્ષની શુભકામના પાઠવું છું કે, તેમનું નવું વર્શ ખુબ સરસ અને સુંદર નીવડે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.