Site icon hindi.revoi.in

CM નીતીશના મંત્રીનું નિવેદનઃ-પછાત વર્ગના હતા “ભગવાન શિવ અને હનુમાન”

Social Share

બિહાર સરકારના ખાણ તેમજ ખનીજ મંત્રી બ્રિજ કિશોર બિંદે ભગવાન શિવને બિંદ જાતિના ગણાવ્યા હતા. મંત્રી માત્ર એટલું જ કહીને અટક્યા નહીં, તેમણે ભગવાન હનુમાનને પણ  ભગવાન શિવનો અંશ બતાનવીને તેમને પણ બિંદ જાતિના કહ્યા.

ઉલ્લેખનીય છે કે બિહારમાં બિંદ જાતિ સૌથી પછાત વર્ગમાં સમાવેશ પામે છે. કૈમૂર પહોંચેલા પ્રધાને તેની પાછળ અનેક દલીલો આપી હતી. તેમણે પુરાવા માટે શિવપુરાણ અને પ્રાચીન ભારતના ઇતિહાસ સાથે સંબંધિત પુસ્તકોનો હવાલો આપ્યો અને કહ્યું કે આ બાબતો આજે એમ.એ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે.

આ પ્રધાને પોતાને ગણાવ્યા શિવના વંશજ

સીએમ નીતીશના આ મંત્રીએ બંને ભગવાનની જાતિ જણાવ્યા પછી કહ્યું કે “આપણે પણ બિંદ જાતિમાંથી આવ્યા છીએ અને અમે તેમના વંશજ છીએ”. નીતિશ સરકારના મંત્રીએ બજરંગબલીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “હનુમાન ચાલીસાના અનુસાર તે પણ બિંદ સમુદાયમાંથી આવે છે”. મંત્રીએ આ નિવેદન આપ્યા પછી સ્પષ્ટતા પણ કરી હતી અને કહ્યું હતું કે જે વાતો ક્યાક ને ક્યાક લખેલી છે, તેજ વાત તેઓ કહી રહ્યા છે,અમારો દરેક વાત પાછળ એક તર્ક છે.

બિહારમાં આ  પહેલીવાર નથી બન્યું ,કે જ્યારે કોઈ રાજકારણીએ ભગવાનની જાતિ વિશે વિરોધાભાસી બયાનોનો આપ્યા હોય. મંગળવારે બિહારના એક સંગઠને રાજ્યપાલ ફાગુ ચૌહાણની જાતિની વિગતો બહાર પાડી હતી અને તેમનું અભિવાદન કરવા ભવ્ય સમારોહ કર્યો હતો, ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યપાલ પહોંચ્યા ત્યારે તેમને ચાંદીનો તાજ પણ અપાયો હતો. પટનામાં જે મંચ પરથી  આ કાર્યક્રમનું યોજન કરવામાં આવ્યું હતુ તે મંચ પરથી બિહારના નાયબ મુખ્ય પ્રધાન સહિત ઘણા પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. નોનિયા બિંદ બેલદાર ફેડરેશન દ્વારા રાજ્યપાલને શુભેચ્છા પાઠવવા માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Exit mobile version