Site icon hindi.revoi.in

દિલ્હીમાં ફરીથી લાગી શકે છે લોકડાઉન, અરવિંદ કેજરીવાલે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો

Social Share

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના ના વધતા જતા કેસો પર ચિંતા વ્યકત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જરૂરત પડવા પર બજારોમાં લોકડાઉન લગાવવામાં આવી શકે છે. તેના માટે તેમણે એક પ્રસ્તાવ એલજીને મોકલ્યો છે, કારણ કે, કેન્દ્રની અનુમતિ વગર કોઈ લોકડાઉન લાદવામાં આવી શકે નહીં.

લગ્નમાં ફક્ત 50 મહેમાનો થશે સામેલ

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, કોરોના ના વધતા જતા કેસોને કારણે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે,થોડા દિવસો પહેલા જયારે દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો હતો. ત્યારે દિલ્હી સરકારે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ લગ્ન સમારોહમાં મહેમાનોની સંખ્યા 50 થી વધારીને 200 કરી દીધી હતી. હવે તે આદેશને પરત લેવામાં આવ્યો છે. અને હવે લગ્નમાં મહેમાનોની સંખ્યા ફરી વખત 50 કરવામાં આવી રહી છે.તેનો પ્રસ્તાવ એલજીને મોકલવામાં આવ્યો છે.

બજારોમાં લોકડાઉન માટે મોકલવામાં આવ્યો પ્રસ્તાવ

તેમણે આગળ કહ્યું કે, અમે દિવાળીના સમયમાં જોયું કે, કેટલાક બજારોમાં ખુબ જ વધુ ભીડ રહી જેના ચાલતા કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવવા લાગ્યો. એવામાં અમે એક પ્રસ્તાવ કેન્દ્રને મોકલ્યો છે, અમને જયારે જરૂર પડે તો પર બજારોમાં લોકડાઉન કરવાની અનુમતિ આપે. જો કે, તેમણે એ પણ ઉમ્મીદ વ્યકત કરી કે, હવે જયારે તહેવાર પૂર્ણ થઇ ગયા છે. તો લગભગ એની જરૂરત ના પડે. પરંતુ જો આગળના કોઈ પ્રયત્નો સંક્રમણના પ્રસારમાં સુધારો નહીં કરે તો દિલ્હી સરકારે લોકડાઉન કરવાની મંજૂરી આપવી જોઈએ.

આઈસીયુ બેડ માટે કેન્દ્રનો આભાર માન્યો

કેજરીવાલે કહ્યું કે,જે રીતે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રએ મળીને કોરોનાની લડાઇ લડી રહ્યા છે. તેનાથી આપણે જરૂરથી જીત મેળવીશું. તેમણે કેન્દ્રનો આભાર વ્યકત કર્યો કે, તેને દિલ્હી સરકાર દ્વારા માંગવામાં આવેલા આઈસીયુ બેડ ઉપલબ્ધ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે. કેજરીવાલને એ ઉમ્મીદ છે કે, કેન્દ્ર જયારે તેણે 750 આઈસીયુ બેડ પૂરો પાડે છે.તો પરિસ્થિતિ સારી રહેશે. જેના માટે તેનો આભાર છે.

માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની અપીલ

તમામ સરકાર કોરોના સામે લડવાનો પ્રયત્ન કરી રહી છે,પરંતુ આ બીમારી ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી આપણે બધા સાવચેતી ન રાખીએ. તેમણે માસ્ક પહેરવાની અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરી.

_Devanshi

Exit mobile version