Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મૂઠભેદ- ત્રણ આતંકીનો ખાતમો – સર્ચઓપરેશન શરુ

Social Share

શ્રીગરમાં સુરક્ષાદળો સાથેની મૂઠભેદમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. મળતી માહિતી પ્રમાણે શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં એન્કાઉન્ટર હાલ ચાલી રહ્યું છે. પોલીસ અને સીઆરપીએફના જવાનો આ મોરચે આતંકીઓની શોધખોળ કરી રહ્યા છે.આ મૂઠભેદમાં એક મહિલાનું મોત થયુ છે, જેની ઓળખ કૌસર રિયાઝ તરીકે થઈ છે. આ સાથે જ મૂઠભેદમાં સીઆરપીએફના બે જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ આ બાબતે જણાવ્યું હતું કે, આતંકીઓ વિશેની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ બટમાલૂના ફિરદૌસાબાદ વિસ્તારમાં મોડી રાતે અદાજે 2.30 વાગ્યે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો બાદ સર્ચ ઓપરેશન મૂઠભેદમાં ફેરવાયું હતું, આ પહેલા મંગળવારે જમ્મુ-કાશ્મીર પોલીસે હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠનની એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કહ્યું કે તેમને બાતમી મળી હતી કે, કાશ્મીરના ત્રણ યુવાનોનું સંગઠન પાકિસ્તાની આતંકવાદી સાથે સંપર્કમાં હતું.

આ સંગઠનના ત્રણેય યુવકોની ઓળખ ગુટલીબાગના રહેવાસી અરશીદ અહેમદ ખાન, ગાન્દરબલના રહેવાસી મજીદ રસુલ અને મોહમ્મદ આસિફ નઝર તરીકે થઈ છે,આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાની આતંકવાદી ફયાઝ ખાનના સંપર્કમાં હતા. તે આ વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિઓ કરવા અંગે સુચનો આપતો હતો. આ ઓપરેશનને ગેન્ડરબલ પોલીસ અને 5 આરઆરની સંયુક્ત ટીમએ અંજામ આપ્યો હતો. ધરપકડ બાદ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમના સ્થળેથી હથિયાર અને ઇલેક્ટ્રિક સાધનો ઝપ્ત કરવામાં આવ્યા છે.

સાહીન-

 

Exit mobile version