- જમ્મુ-કાશ્મીરમાં આતંકી સાથે સેનાની અથડામણ
- એક જવાન શહીદ
- સેનાએ એક આતંકીને ઠાર માર્યો
જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકીઓની ઘુસપેઠને લઈને સેના સતર્ક રહે છે,છેલ્લા કેટલાક મહિનાઓથી સેના દ્વારા કેટલાય આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે ત્યારે ફરી એકવાર આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ સર્જાય હતી.જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના કામરાજીપોરા વિસ્તારમાં સફરજનના બગીચાની આડમાં સંતાયેલા બે આતંકવાદીઓને સેના દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા જો કે ત્યાર બાદ સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો,સાથે સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો.
સમગ્ર બાબતે મળતી જાણકારી અનુસાર બુધવારના રોજ વહેલી સવારે આંતકીઓ સંતાયેલા હોવાની બાતમીના આધારે સેનાએ શોધખોળ શરુ કરી હતી અને ત્યાર બાદ આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ શરુ થઈ હતી જેમાં સેનાની જવાબી કાર્યવાહીમાં એક આંતકવાદી ઠાર મરાયો હતો.
આ અથડામણમાં એક સૈનિક ખુબ જ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થયો હતો જેને શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જો કે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.આ સાથે જ સેનાનો બીજો એક જવાન પણ ઘાયલ થયો છે જે સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે.
આતંકીઓ અને સેના વચ્ચે થયેલા ઘર્ષણના સમાચાર અધિકારીઓએ ટ્વિટરના માધ્યમથી આપ્યા છે,જેમાં લખવામાં આવ્યું હતું કે, બે આંતકવાદીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી જેના આધારે સર્ચઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું , જેમાં એક આંતકવાદી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે,સાથે બીજા આતંકીઓની શોધખોળ શરુ જ છે.જો કે આ મૃતક આંતકવાદીની કોઈ પણ પ્રકારની ઓળખ સામે આવી નથી.
સાહીન-