Site icon hindi.revoi.in

એક રિપોર્ટનો દાવોઃ-આંતકી સંગઠન વારાણસીમાં ધમાકો કરવાના ફીરાકમાં

Social Share

પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં વિસ્ફોટોની યોજના રચાઈ રહી છે. બુધવારે ગુપ્ત વિભાગના હવાલાથી મીડિયા અહેવાલોમાં આ દાવો કરવામાં આવ્યો હતો. આ લશ્કર ભારતમાં હુમલો કરવા માટે વારાણસીમાં પોતાનો બેઝ કેમ્પ સ્થાપવાની તૈયારીમાં છે.

ઈંટેલિજેન્ટ્સ સુત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાની આતંકવાદી ઉમર મદની અને એક મૂળ નેપાળી આતંકવાદી 7 મેથી 11 મે સુધી વારાણસીના ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. બંને ક્ષેત્રમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપવા માટે લશ્કરના નેટવર્કને વિસ્તૃત કરવાનું કામ કરી રહ્યા છે.

મદની લશ્કરમાં નવા આતંકવાદીઓની ભરતી કરે છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉમર મદની લશ્કરમાં નવા આતંકવાદીઓની ભરતીનું કામ કરે છે. તેનું કામ યુવાનોના બ્રેઇનને વોશ કરવું અને તેમને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવાનું છે. વારાણસીમાં, તેમણે કેટલાક યુવાનોને આ સંગઠનમાં જોડવાના પ્રયાસ કર્યો હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મત વિસ્તાર વારાણસી છે

વારાણસી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનો સંસદીય મત વિસ્તાર છે, જેના કારણે તે તદ્દન સંવેદનશીલ છે. સુરક્ષા એજન્સીઓ આ અંગે સતત નજર રાખી રહી છે. આ વર્ષે જૂનમાં પણ ગુપ્ત એજન્સીઓએ કેન્દ્ર સરકારને ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ફૈઝાબાદમાં આતંકવાદી સંગઠનો દ્વારા આંતકી ખોફ ફેલાવવામાં આવ્યો હતો અંગે ચેતવણી આપી હતી.

Exit mobile version