Site icon hindi.revoi.in

વિલંબિત કેસો પર CJIની પીએમ મોદીને ચિઠ્ઠી, જજોના રિટાયરમેન્ટની વયમર્યાદા વધારવા સૂચન

Social Share

નવી દિલ્હી: દેશની અદાલતો પર કેસના સતત વધી રહેલ ભારણથી નીપટવાને લઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે વધી રહેલા વિલંબિત કેસનો ઉલ્લેખ કર્યો છે. જસ્ટિસ ગોગોઈએ પીએમ મોદીને લખ્યુ છે કે અદાલતોમાં ઘણાં વર્ષોથી હજારો મામલાઓ વિલંબિત પડેલા છે. તેના સમાધાન માટે ન્યાયાધીઓશની સંખ્યામાં વધારો કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગોગોઈએ પીએમ મોદીને લખેલા પત્રમાં હાઈકોર્ટના ન્યાયાધીશોની રિટાયરમેન્ટની વયમર્યાદાને વધારવાનું સૂચન કર્યું છે. હાલ હાઈકોર્ટના ન્યાયાધીશોની સેવાનિવૃત્તિની વય 62 વર્ષની છે. સીજેઆઈ ગોગોઈએ તેને 65 વર્ષની કરવા માટે સૂચન કર્યું છે. તેમણે પત્રમાં હાઈકોર્ટના ન્યાયાધીશની સંખ્યા વધારવાનું પણ સૂચન કર્યું છે. મહત્વપૂર્ણ છે કે આ બંને મામલાઓમાં સરકારને બંધારણમાં સંશોધન કરવા પડશે. 

વડાપ્રધાનને લખવામાં આવેલા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના પત્રમાં સ્પષ્ટ છે કે હાલ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા પ્રમાણે તો બંધારણ સંબંધિત મામલાની સુનાવણી માટે જરૂરી છે કે પાંચ ન્યાયાધીશોની ઘણી બંધારણીય ખંડપીઠ બનાવવામાં આવે, પરંતુ હાલ ન્યાયાધીશોની મર્યાદીત સંખ્યામાં આ ઘણું મુશ્કેલ છે. મહત્વપૂર્ણ છે કે હાલ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોના 31 પદ સ્વીકૃત છે. હાલ આટલા જ ન્યાયાધીશો છે. તો સરકારના આંકડા પ્રમાણે, હાઈકોર્ટોમાં લગભગ 44 લાખ અને સુપ્રીમ કોર્ટમાં 58700 કેસ પેન્ડિંગ છે.

સીજેઆઈ ગોગોઈનું સૂચન છે કે વિલંબિત કેસોના નિપટારા માટે સરકાર સેવાનિવૃત્ત જજોને ફિક્સ કાર્યકાળ માટે નિયુક્ત કરવાની વ્યવસ્થા લાગુ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના રેકોર્ડને ટાંકતા સીજેઆઈ ગોગોઈએ લખ્યું છે કે વિલંબિત કેસોના આ હાલ છે કે અહીં 26 કેસ 25 વર્ષ, 100થી વધુ કેસ 20 વર્ષ, લગભગ 600 કેસ 15 વર્ષ અને 4980 કેસો દશ વર્ષથી ચાલી રહ્યા છે.

Exit mobile version