- મહારાષ્ટ્રમાં આવતી કાલથી ખુલશે સિનેમાહોલ
- આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન
સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યાર બાદ દેશભરમાં તબક્કાવાર અનલોક કરવામાં આવ્યું જેમાં જ્યા કોરોના વાયરસનું સંક્રમણ ઓછુ હોય તેવા વિસ્તારોમાં અનેક જાહેર સ્થળો, હોટલો , સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી,16 ઓક્ટોબરથી દેશના મોટાભાગના રાજ્યોમાં સિનેમાઘરો ખોલવામાં આવ્યા હતા જો કે મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણને લવઈને સરકારે પરવાનગી નહોતી આપી ,જો કે હવે મહારાષ્ટ્રમાં પણસિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સ ખુલવા જઈ રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનમાં વધુ છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે,. આજ રોજ બુધવારે રાજ્ય. સરકાર દ્વારા આ અંગે ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે,સરકારે આપેલા દિશા નિર્દેશ પ્રમાણે રાજ્યમાં કન્ટેન્ટમેન જ્હોન સિવાય સ્વિમિંગ પુલ, સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ ફરીથી ખોલવામાં આવશે, 5 નવેમ્બરના રોજ આ તમામ જાહેર સ્થળો સામાન્ય જનતા માટે ખુલશે.
સિનેમાઘરોને 50 ટકા દર્શકો સાથે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે,સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સ્વિમિંગ પુલ, યોગા ઈન્સ્ટીટ્યૂટ, સિનેમાહો, ડ્રામા થિયેટરો ,મલ્ટિપેલેક્સ 50 ટકા સંખ્યા સાથે ખોલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સરકારે સિનેમાહોલ અને મલ્ટિ પ્લેક્સ માટે પહેલાથી જ ગાઈડલાઈન રજુ કરી હતી, આ અંતર્ગત સિનેમા હોલમાં એક એક સીટ ખાલી રાખીને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવશે, અર્થાત સમગ્ર હોલમાં માત્ર 50 ટકા લોકો જ બેસી શકશે.આ સાથે જ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને આરોગ્ય હેતુ એપ રાખવી જરુરી છે.
સાહીન-