Site icon hindi.revoi.in

સંરક્ષણ મંત્રાલયની જમીન વેચવાના મામલામાં દક્ષિણ ભારતના ચર્ચની પૂછપરછ

Social Share

બેંગલુરુ મેટ્રો પરિયોજના માટે દક્ષિણ ભારતના ચર્ચ સીએસઆઈ દ્વારા સંરક્ષણ મંત્રાલયની જમીનને કથિતપણે વેચવાના અને વળતર સ્વરૂપે 60 કરોડ રૂપિયા લેવાના મામલામાં તપાસ ચાલી રહી છે.

આઈએનએસના અહેવાલ પ્રમાણે, બેંગલુરુના પોલીસ કમિશનર ચેતનસિંહ રાઠૌરે જણાવ્યુ છે કે સંરક્ષણ મંત્રાલયની ફરિયાદ પર પૂછપરછ કરી રહ્યા છે કે કેવી રીતે સીએસઆઈએ ગેરકાયદેસર રીતે 100 વર્ષ પહેલા પટ્ટા પર આપવામાં આવેલી જમીનને પોતાની જણાવીને વેચી દીધી હતી અને બેંગલુરુ મેટ્રોલ રેલવે કોર્પોરેશન લિમિટેડ પાસેથી 60 કરોડ રૂપિયા વળતર તરીકે લીધા હતા.

કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં 20મી ઓગસ્ટે ઓલ સેન્ટ્સ ચર્ચ પરિસરમાં આવેલી 7426 વર્ગ મીટર જમીનને બીએમઆરસીએલને વેચીને સંરક્ષણ મંત્રાલયને કથિતપણે છેતરવાના આરોપમાં સીએસઆઈની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

શહેરમાં મેટ્રો પ્રોજેક્ટના 72 કિલોમીટરના બીજા તબક્કા માટે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ માર્ગો પર 43 કિલોમીટરના પહેલા તબક્કા સાથે જોડવા માટે બીએમઆરસીએલ બજાર દર અને વળતરની સાથે શહેરભરમાં ખાનગી અને સાર્વજનિક જમીનનું સંપાદન કરી રહી છે.

બીએમઆરસીએલએ વેલ્લારા જંક્શન ભૂમિગત સ્ટેશનના નિર્માણ માટે ડેરી સર્કલથી નાગવારા સુધી રેડલાઈન પર જમીનનું સંપાદન કર્યું હતું. તે ક્ષેત્રમાં આવનારી ટોમની હોટલ અને ફાતિમા બેકરી જેવા ભાડૂઆત દ્વારા કબજે કરવામાં આવેલી 3618 વર્ગ મીટર ચર્ચની જમીનનું પણ સંપાદન કરવામાં આવ્યું હતું.

ચર્ચના અધિકારીનો દાવો છે કે બ્રિટિશ રાજ દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપની શહેરના છાવણી વિસ્તારમાં તમામ સાર્વજનિક ભૂમિની મૂળ મિલાક હતી. તે વખતે સામુદાયિક હોલ, ચર્ચ, મંદિરો, મસ્જિદો અને અન્ય પૂજાસ્થાનોના નિર્માણ માટે સામાજીક સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓની જમીન દાન કરવામાં આવી હતી.

Exit mobile version