Site icon hindi.revoi.in

બરેલીના ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષીના દલિત યુવક અજિતેશ સાથના લગ્નનો મામલો, જાણો કોણે શું કહ્યું અને શું થયો ખુલાસો?

Social Share

સાક્ષી-અજીતેશ પ્રેમ પ્રકરણ

બીજેપી સાંસદની પુત્રીએ દલીત યુવક સાથે કર્યા લગ્ન

સાક્ષીએ વિડીયો કર્યો હતો વાયરલ

વાયરલ વિડીયોમાં પિતાથી ખતરો છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો

પુત્રીને પોતાના પિતાથી ડર છે કે પિતા તેને જાનથી મારી નાખશે

અજીતેશના પિતાનો સંદેશ સાક્ષીના સાંસદ પિતાનેઃ જીદ છોડીદો

બરેલીના સાંસદ રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલની પુત્રીના પ્રેમલગ્નની ચર્ચાઓ છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે ,સાક્ષીએ અજીતેશ નામના એક દલીત યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને પોતાના સાંસદ પિતા પર સાક્ષીએ આરોપ લગાવ્યો છે કે તેના પિતા અમને બન્નેને જાનથી મારી નાખવા માંગે છે. જ્યારે સાક્ષીના પિતાના મિત્ર રાજીવ રાણા પર સાક્ષીનો પીછો કરાવવાનો આરોપ લગાવામાં આવ્યો છે અને કહ્યું છે કે મને અને મારા પતિને મારા પિતાના મિત્રથી ખતરો છે ત્યારે પોલીસે પણ સાક્ષી અને અજીતેશને સુરક્ષા આપી છે.
સ્વાભાવિક વાત છે જ્યારે એક બીજેપીના સાંસદની પુત્રી એક દલીત યુવાનના પ્રેમમાં પડે અને પછી લગ્ન કરે એટલે વાતનું વસેતરતો થવાનું જ, બસ આવું જ કઈક જોવા મળી રહ્યું છે સાક્ષી અને અજીતેશના પ્રેમ પ્રકરણમાં ,સાક્ષીને એ વાતનો ડર છે કે પોતે એક દલીત યુવક સાથે લગ્ન કર્યા છે જેને કારણે તેના પિતા તેની અને અજીતેશની હત્યા કરી નાખશે, ત્યારે પિતા આ વાતથી ઈનકાર કરી રહ્યા છે, તો પછી સાક્ષી શા માટે પિતા વિશે આમ કહી રહી છે અને પિતા પર આરોપ લગાવી રહી છે ,છેલ્લા 3 વિદસથી આ એક ચર્ચાનો વિષય બન્યો છે સાક્ષીએ પોલીસ પાસે તેના અને તેના પતિની સુરક્ષા માંગી છે ત્યારે
એક નજર કરીયે આ ઘટના પર , કોણ કોણ પોતાના બચાવ પક્ષમાં શુ કહી રહ્યું છે .અને ખરેખર શું છે પ્રેમપ્રકરણ……..
અજીતેશ અને સાક્ષીએ શું કહ્યુ પોતાના પ્રેનલગ્ન વિશે અને તેના પિતા વિશે-
અજીતેશ અને સાક્ષીએ પહેલા બે વિડીયા વાયરલ કર્યા હતા જેમાં તેઓ એ દાવો કર્યો હતો કે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે ,તેના બીજેપી પાર્ટીના સાંસદ પિતા અને તેમના મિત્ર રાણાના માણસો તેમના શોધી રહ્યા છે,જોત જોતામાં વિડીયો વાયરલ થઈ ગયો આ વિડીયો વાયરલ થવાની સાથે જ આ ઘટનાએ મોટુ સ્વરુપ ઘારણ કર્યું હતું આ ઉપરાંત સાક્ષીએ મિડીયા સાથેની વાત ચીતમાં કહ્યું હતુ કે તે પોતાના પિતાના ઘરે જવા માંગતી નથી મને મારા પિતાથી ડર છે કે તેઓ અમને જાનથી મારી નાખશે હું મારા પતિ અજીતેશ સાથેજ રહેવા માંગુ છું
બરેલીના બીજેપી સાંસદની પુત્રીએ એક દલીત યુવક અજીતેશ સાથે લગ્ન કર્યા જેમાં સાક્ષી અને અજીતેશના લગ્નનું સર્ટિફિકેટ પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયું છે આ સર્ટિફિકેટ મુજબ તેમણે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક મંદીરમાં લગ્ન કર્યા છે ત્યારે આ વાતને લઈને પણ એક વિવાદ સર્જોયો છે આ મંદીરના પૂજારીએ આ સર્ટિફિકેટને નકલી ગણાવ્યું છે તેમના કહેવા મુંજબ મંદીરમાં આવી રીતે કોઈ લગ્ન થયા જ નથી જ્યારે એક રિપોર્ટ મુજબ જાણકારી મેળવવા માટે લોકો આ પ્રયાગરાજના ઘાટ પરના મંદીર પાસે ગયા તો ત્યા 4 જુલાઈના રોજ કોઈજ લગ્ન નથી થયા તેવી માહિતી પ્રાપ્ત થઈ છે અને પૂજારી એ આ કાગળને નકલી ગણાવ્યા હતા
રાજીવ રાણા સાક્ષીના પિતાના મિત્ર શું કહી રહ્યા છે પોતાના બચાવ પક્ષમાં

સાક્ષિના પિતા અને તેના મિત્ર રાજીવ રાણાએ કહ્યું છે કે અજીતેશની સગાઈ 2016માં ભોપાલમાં થઈ ચુકી છે,ત્યારે બન્ને પક્ષ વચ્ચે પૈસાને લઈને વિવાદ થયો હતો આ ઉપરાંત રાજીવ રાણાનું કેહવું છે કે મારા ધણા રુપિયા અજીતેશ પાસે લેવાના છે જે અજીતેશ પાછા આપવા માંગતો નથી જે વાતને લઈને મારા પર જુઠા આરોપ લગાવી રહ્યો છે તેમણે વધુમાં કહ્યું કે તેઓ પોલીસની મદદ લઈને આગળની કાર્યવાહી કરશે.
સાંસદ રાજેશ મિશ્રા જે સાક્ષીના પિતા છે તેમણે કઈક આવુ નિવેદન આપ્યું છે
સાંસદ રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પૂ ભરતૌલે એક પત્ર રજુ કર્યો હતો અને મીડિયી સાથે વાતચીત કરી હતી ,તેમણે જણાવ્યું હતુ કે મારાથી કોઈને કોઈપણ પ્રકારનો ખતરો નથી હું કોઈને જાનથી મારવા માંગતો નથી મારી પુત્રી બાલિક છે અને પોતાની મરજીથી લગ્ન કરવા માટે સક્ષમ છે તે બન્નેએ જ્યા રહેવું હોય ત્યા શાંતિથી રહી શકે છે ,જ્યારે પુત્રીએ લગાવેલા આરોપ પણ સાસંદે કહ્યુ કે હું જનતાના વચમાં રહીને જ મારા કામ કરી રહ્યો છું તમે ઈચ્છોતો મારી ભાળ રાખી શકો છો હું ક્યા છું અને શું કરુ છું તે તમે જાણી શકો છો ,મને કોઈને મારવાનો શોખ કે કઈ છે જ નહી, આમ પોતાના પક્ષમા તેમણે પોતાનો બચાવ કર્યો હતો,

અજીતેશના પિતાએ સાક્ષીના પિતાને એક સંદેશ આપ્યો છે કે પોતીની જીદ છોડીદો અને સંતાનોને અપનાવીલો.

Exit mobile version