1. Home
  2. revoinews
  3. ચીનના પ્રોફેસરે ભારત અને ચીનના સંબંધ પર આપ્યું પોતાનું મંતવ્ય
ચીનના પ્રોફેસરે ભારત અને ચીનના સંબંધ પર આપ્યું પોતાનું મંતવ્ય

ચીનના પ્રોફેસરે ભારત અને ચીનના સંબંધ પર આપ્યું પોતાનું મંતવ્ય

0
  • ચીની જાણકારોના ભારત પ્રત્યે બદલાઈ રહ્યા છે શૂર
  • પીઠ પર ખંજર માર્યા બાદ કરી રહ્યા છે શાંતિ અને સંયમની વાતો
  • ભારતે 1962 પછી પણ ભરોસો નહોતો કર્યો અને હવે પણ નહીં કરે
  • હવે ભારત ભરોસો તો નહીં જ કરે પરંતુ વળતો જવાબ પણ આપી રહ્યુ છે

અમદાવાદ: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનના સૈનીકો વચ્ચે થયેલી અથડામણ બાદ બંન્ને દેશોના સંબંધ વધારે ખાટા થયા છે અને ભારતે જવાબ બોર્ડર અને આર્થિક રીતે જવાબ આપવાનું પણ શરૂ કરી દીધુ છે. આવા સમયમાં ચીનના પ્રોફેસરને ભારત અને ચીનના સંબંધની ચીંતા જાગી છે અને ભારત અને ચીનના સંબંધ વિશે પોતાનું મંતવ્ય જાહેર કર્યુ છે.

ચીનના બેઈજિંગમાં આવેલી સોશો યુનિવર્સિટીના પ્રોફેસર અને ચીનના નેતા ડેંગ જિયાઓપિંગ પર કામ કરવા વાળા વિક્ટર ગાઓનું માનવું છે કે ભારત અને ચીનના વિકાસ માટે બંન્ને દેશો વચ્ચે શાંતિ અને સંયમ જરૂરી છે. બંન્ને દેશો વચ્ચે બગડેલા સંબંધો પર ભારતના વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે ટુંક સમયમાં વાત થઈ શકે છે.

વિક્ટર ગાઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપીંગ વર્તમાનમાં પોતાના દેશવાસીઓની ચીંતા કરે છે અને શાંતિનો વિચાર કરે છે. આ સમયે બંન્ને દેશોએ પાસે સ્થિતિ સુધારવાની કળા છે.

મહત્વનું છે કે 15 જૂન પર થયેલી ઘટના પર ચીને પોતાને થયેલી જાનહાની વિશે જાણકારી આપી નથી પરંતુ વિક્ટર ગાઓએ કહ્યું કે ચીનમાં એલએસી પર થયેલી અથડામણ વિશે જાણ કરવામાં આવી નથી તેનો મતલબ એવો નથી કે આ હંમેશા ગુપ્ત રહેશે. ભારતીય સેના દ્વારા 20 જવાનોના શહીદ થવાનું જણાવવામાં આવ્યું છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.