Site icon hindi.revoi.in

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવશે ભારત,મહાબલીપુરમમાં પીએમ મોદી સાથે કરશે મુલાકાત

Social Share

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવી રહ્યા છે,તે ઓક્ટોબરના બીજા અઠવાડિયે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે ચેન્નાઈ પાસે આવેલા મહાબલીપુરમની મુલાકાત કરશે,આ મસય દરમિયાન આ બન્ને નેતાઓની બીજા અનૌપચારીક શિખર સંમ્મેલન વખતે મુલાકાત થશે.   

આ વચ્ચે તામિલનાડૂનું ઐતિહાસિક શહેર મહાબલિપુરમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રીય પતિ શી જિનપિંગના સ્વાગત માટે તૈયાર થઈ રહ્યા છે, સલામતી માટે દરિયાકિનારા પર પાણી સંબંધિત સ્પોર્ટની પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે.

 આ બન્ને નેતાઓ વચ્ચે શિખર બેઠક સાથે જોડાયેલા કાર્યક્રમ 11 થી 13 ઓક્ટોબર સુધી યોજાશે,તે માટે કોવલમ થી મહાબલીપુરમ સુધી 20 કિલો મીટરના વિસ્તારમાં સુરક્ષાને લઈને ખાસ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે, આ યાત્રા દરમિયાન કોઈને સર્ફિંગ,પેન્ડલિંગ,ડ્રાઈવિંગ અને તરવા માટેની નુમતી આપવામાં વશે નહી.

પાછલા વર્ષે  બન્ને નેતાઓની મુલાકાત વુહાનમાં થઈ હતી

માનવામાં આવી રહ્યું છે કે,આ બન્ને ટોચના નેતાઓની શિખર મુલાકાતમાં વડા પ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે પ્રાચીન શહેર મામલ્લપુરમની ઐતિહાસિક ઇમારતોની મુલાકાત કરશે.આ ઐતિહાસિક શહેર પલ્લવ રાજવંશના યુગ વખતનું છે અને દક્ષિણ ભારતમાં આ શહેર પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. બંને નેતાઓ વચ્ચે આ પ્રકારની આ બીજી અનૌપચારિક બેઠક હશે.આ બન્ને નેતાઓ વચ્ચે અનેક બાબતે વાતચીત થશે.

Exit mobile version