Site icon hindi.revoi.in

ભારત-ચીન વચ્ચેની તકરાર એક છત નીચે રહેતા બે ભાઈઓ જેવી: ચીનના રાજદૂત

Social Share

બીજિંગ: ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઉતાર-ચઢાવ ભરેલા સંબંધોને સામાન્ય કરવા માટે સામાન્ય સંમતિ બની રહી છે. જેથી બંને દેશ ફરી એકવાર સ્થિરતા તરફ વધી શકે. ભારત ખાતે ચીનના રાજદૂત લુઓ ઝાઓહુએ બંને પાડોશી દેશોના સંબંધોને લઈને ભારતમાં નવી સરકારના સત્તામાં આવતા પહેલા મહત્વની ટીપ્પણી કરી છે.

લુઓ થોડાક સમયગાળામાં પોતાનું પદ છોડીને બીજિંગ પાછા ફરવાના છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે ભારત અને ચીન વચ્ચે તકરાર બિલુક એવા પ્રકારની સામાન્ય છે, જેવી એક છત નીચે રહેતા બે ભાઈઓ વચ્ચે થાય છે.

ભારત અને ચીન જૂન-2017માં ડોકલામને લઈને સીમા પર આમને-સામને હતા. ત્યારે લુઓએ બંને દેશોની વચ્ચે તણાવ ઓછો કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. એમ્બસીના એક કાર્યક્રમ દરમિયાન લુઓએ કહ્યુ હતુ કે બંને દેશો પોતાના સંબંધોને એક સ્વસ્થ અને સ્થિર દિશામાં આગળ વધારવા ચાહે છે. ડોકલામ વિવાદને પણ બંને દેશોએ અવગણ્યો નથી. પરંતુ સાથે બેસીને તેનું સમાધાન કર્યું. જેથી પરસ્પર સંબંધ સામાન્ય કરી શકાય. આ તેમનું અને બંને દેશોના નેતાઓનું કામ હતું અને તેમા આપણે સફળ રહ્યા.

લુઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વચ્ચે ઘણી સારી કેમેસ્ટ્રી છે. બંને નેતા ગત પાંચ વર્ષોમાં 17 વખત મળી ચુક્યા છે. પોતાની વ્યસ્તતા છતાં તેઓએ એકબીજાને મળવા માટે સમય કાઢયો છે. આ દિલને સ્પર્શનારું છે. લુઓએ કહ્યુ હતુ કે લોકસભા ચૂંટણી બાદ પણ ભારત અને ચીન વચ્ચે મિત્રતા ભરેલી મુલાકાતો ચાલુ રહેશે. આગામી માસમાં એસસીઓ સમિટ અને બાદમાં જી-20 સમિટમાં પરંપરા હેઠળ તમામ નેતા એકબીજાને મળશે.

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને લઈને લુઓએ કહ્યુ છે કે આવા પ્રકારના મુદ્દા ઈતિહાસમાં છોડવામાં આવ્યા હતા. તેને ઉખેલવામાં ઘણો સમય લાગશે. પરંતુ તેને ઉકેલવા દરમિયાન ભૂલ થવી જોઈએ નહીં અને સીમા પર શાંતિ જાળવી રાખવી પડશે. આપણે આર્થિક ભાગીદારીને પણ મજબૂત કરવી પડશે અને તમામ મતભેદોને ભૂલીને આગળ વધવાનું છે.

Exit mobile version