1. Home
  2. revoinews
  3. વારંવાર સમજૂતી તોડી રહ્યું છે ચીન, હંમેશા ભારતની પીઠમાં માર્યું ખંજર
વારંવાર સમજૂતી તોડી રહ્યું છે ચીન, હંમેશા ભારતની પીઠમાં માર્યું ખંજર

વારંવાર સમજૂતી તોડી રહ્યું છે ચીન, હંમેશા ભારતની પીઠમાં માર્યું ખંજર

0

અમદાવાદ: ભારત અને ચીન વચ્ચે LAC પર સૈન્ય અથડામણ બાદ બંન્ને દેશ વચ્ચેના સંબંધો બગડ્યા છે અને ભારત દ્વારા ચીનને સૈન્યની સાથે સાથે આર્થિક રીતે પણ ફટકાર આપી છે. ભારત અને ચીન દ્વારા બોર્ડર પર શાંતિ બની રહે તે માટે છેલ્લા 27 વર્ષમાં પાંચ વાર સમજૂતી કરવામાં આવી છે અને ચીન દ્વારા અવાર નવાર તેને તોડવામાં પણ આવી છે.

વર્ષ 1993માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવ ચીનની યાત્રા પર ગયા હતા અને ત્યાં LAC પર શાંતિ માટે સમજૂતી કરવામાં આવી હતી. 1993ની સમજૂતીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, બંને પક્ષના સૈનિકો LAC ક્રોસ કરશે તો બીજી તરફથી ચેતવણી આપવામાં આવશે અને ત્યારપછી તેમણે તુરંત તેમના વિસ્તારમાં પાછા જતા રહેવું પડશે.  જો કે, ચીને ગલવાન અને પેંગોંગ તળાવમાં આની વિરુદ્ધ કાર્ય કર્યું હતું અને પોતાના સૈનિક તૈનાત કર્યા હતા.

1996માં ભારતના પ્રવાસ પર આવેલા ચીનના રાષ્ટ્રપતિ ઝિયાંગ ઝેમિન અને ત્યારના ભારતીય પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાએ નવી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

વર્ષ 2003માં જ્યારે ભારતના તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીની સરકારે સરહદ વિવાદ માટે સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ સ્તરનું મેકેનિઝ્મ તૈયાર કર્યું હતું અને ત્યારબાદ મનમોહન સિંહના કાર્યકાળમાં 2005, 2012 અને 2013માં સરહદ વિવાદ પર વાતચીત વધારવા ત્રણ સમજૂતી થઈ હતી. તે દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકર ચીનમાં ભારતના રાજદૂત હતા.

ભારત દ્વારા ચીન સાથે સંબંધ સુધરે તે માટે પણ અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે જેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચીનની મુલાકાત લીધી હતી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ પણ ભારત આવ્યા છે પરંતુ ચીન પોતાની જાત હંમેશા બતાવે છે અને આ વખતે પણ તેણે ભારતી પીઠમાં ખંજર મારીને ભારતીય જવાનો પણ હૂમલો કર્યો હતો.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.