Site icon hindi.revoi.in

ચીનમાં વધુ એક રોગનો પગપેસારો,જાણો તેના લક્ષણો..

Social Share

દિલ્લી: હાલ દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે દિનપ્રતિદિન કોરોનાના કેસમાં અને મૃત્યુઆંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારી ફેલાતા લોકોને રાહત પણ નથી મળી ત્યારે એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે ચીનમાં એક નવો રોગ ફેલાયો છે. ચીનમાં બેક્ટેરિયાના ઇન્ફેકશનને કારણે નવો રોગ ફેલાયો છે. ગાંસુ પ્રાંતની રાજધાની લાન્ચોના સ્વાસ્થ્ય આયોગે અહેવાલ આપ્યો છે કે અહીંના 3,245 લોકો બ્રુસેલોસિસ રોગથી સંકળાયેલા છે

આયોગ મુજબ, આ રોગ પ્રાણીઓના સંપર્કમાં આવવાને કારણે થાય છે. આ રોગનું સંક્રમણ 1,401 લોકોમાં જોવા મળ્યું છે જેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે, હજી સુધી આ રોગથી કોઈનું મોત નિપજ્યું નથી. સ્વાસ્થ્ય અધિકારીઓએ શહેરની 29 લાખ વસ્તીમાંથી 21,847 લોકોના ટેસ્ટ કર્યા હતા. આ રોગ Malta fever અથવા Mediterranean fever તરીકે પણ ઓળખાય છે. જેમાં દર્દીને માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને થાક જેવા ઘણાં લક્ષણો જોવા મળે છે.

અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો મુજબ, આ રોગથી થતા કેટલાક લક્ષણો જુના હોય શકે છે ક્યારેય દુર થઇ શકતા નથી.જેમકે, સંધિવા અથવા કેટલાક અવયવોમાં સોજો વગેરે. બ્રુસેલોસિસ એ 1980ના દાયકામાં ચીનમાં એક સામાન્ય રોગ હતો, જોકે પછીથી તેમાં ઘટાડો થયો હતો..

સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલના રિપોર્ટ મુજબ, આ રોગ કોવિડ જેવો નથી. એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર થતું નથી. આ રોગની ચપેટમાં મોટાભાગના એ લોકો આવે છે જે દૂષિત ભોજન ખાય છે અથવા શ્વાસ લેવા દરમિયાન બેક્ટેરિયાથી સંક્રમિત થાય છે.

_Devanshi

Exit mobile version