Site icon hindi.revoi.in

LAC પર કડકડતી ઠંડી સામે ચીનની સેના હારી હિંમત, દરરોજ જવાનો બદલવા ચીન બન્યું મજબુર

Social Share

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે પૂર્વ લદ્દાખમાં LAC પર બંને દેશની સેના કડકડતી ઠંડીમાં પણ તૈનાત છે. જો કે, કડકડતી ઠંડીને કારણે ચીનના જવાનો હિંમત હારી રહ્યાં છે. ફોરવર્ડ પોઝિશન ઉપર દરરોજ ચીનના સૈનિક બદલવામાં આવી રહ્યાં છે. જ્યારે ભારતીય જવાનો લાંબા સમયથી પોતાના લોકેશન તૈનાત છે.

LACના ફોરવર્ડ પોઈન્ટ પર તૈનાત ભારતીય જવાનો ચીનના સૈનિકોની તુલનામાં લાંબા સમયથી છે. કડકડતી ઠંડીમાં ચીનના સૈનિકો ક્યારેય રહ્યાં નહીં હોવાથી ચીનને પોતાના જવાનોને દરરોજ બદલવાનો વારો આવ્યો છે. ભારતીય જવાનો પહેલાથી જ લદ્દાખ અને સિયાચીનમાં ફરજ બજાવી ચુક્યાં છે. એટલું જ નહીં સિયાચીન દુનિયામાં સૌથી ઉંચાઈ ઉપર આવેલો વિસ્તાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન ચીન સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જેમાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયાં હતા. ત્યાર બાદ બંને દેશ વચ્ચે સંબંધ વધારે વણસ્યાં હતા. તેમજ સરહદ ઉપર બંને દેશ દ્વારા મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરવામાં આવ્યાં હતા. તેમજ શિયાળામાં પણ ભારતીય જવાનો સરહદ ઉપર તૈનાત રહે તેવી વ્યવસ્થા ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version