Site icon hindi.revoi.in

ચીનની અમેરિકાને ધમકી, તાઈવાન મુદ્દે અમેરિકાને દૂર રહેવાની ચેતવણી

Social Share

અમદાવાદ:  અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર, કોરોનાને લઈને વિવાદ, તાઈવાનને લઈને વિવાદ અને અન્ય રીતે પણ અનેક વિવાદ ચાલી રહ્યા છે. અમેરિકાની પહેલાથી જ તાઈવાન મુદ્દે ચીન સાથે તનાતની રહી છે અને હવે ચીન દ્વારા અમેરિકાની સીધી ધમકી આપી દેવામાં આવી છે.

ચીન દ્વારા અમેરિકાને ચેતવણી આપવામાં આવી છે કે તાઈવાન મુદ્દે અમેરિકાએ દૂર જ રહેવું જોઈએ અથવા વન ચાઈન પોલીસીને સમર્થન આપવું જોઈએ. આ મુદ્દે ચીને સ્પષ્ટ કહ્યું કે અમેરિકા આગ સાથે રમી રહ્યું છે જેનું ખુબ મોટું નુક્સાન ભોગવવું પડી શકે છે. ચીન દ્વારા આ પ્રકારની કડક પ્રતિક્રિયા ત્યારે આપવામાં આવી જ્યારે અમેરિકાના નેતાઓ તાઈવાનની મુલાકાતે આવ્યા હતા અને તે બાદ ચીને આ વાતને અમેરિકાનો વિશ્વાસઘાત જણાવી. ચીને ગુસ્સામાં આવીને કહ્યું કે અમેરિકા આગ સાથે રમી રહ્યું છે અને તેમાં ને તેમાં તે બધું જ સળગાવી બેસસે.

ચીને આ બાબતે માત્ર અમેરિકાને જ નહીં પણ તાઈવાનને પણ તીખી નજરે જોતા કહ્યું કે તાઈવાને વિદેશી મદદની આશા રાખવી જોઈએ નહી, તાઈવાન ચીનનું અભિન્ન અંગ છે અને સ્વતંત્ર થવાનો પ્રયાસ કરવામાં આવશે તો ચીન દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે.

અમેરિકા સામે કડક વલણ અપનાવતા ચીનના કર્નલ રેન ગુઓકિયાંગએ કહ્યું કે અમારી પાસે તાઈવાન પર સૈન્ય કાર્યવાહી કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી અને ટ્રંપને ટાંકતા કહ્યું કે અમેરિકાની સેનાને તાઈવાન આર્મી સાથે યુદ્ધ અભ્યાસ એ ચીનને પડકાર છે. વધારે ઉમેરતા ચીનના કર્નલે કહ્યું કે અમેરિકાએ તાઈવાન સાથેના સંબંધો રોકવા જોઈએ, નહીં તો બંન્ને દેશો વચ્ચે વધારે સંબંધ બગડી શકે છે.

_VINAYAK

Exit mobile version