1. Home
  2. revoinews
  3. ચીની વિશ્લેષકો અને ચીને, ભારતને ધમકી આપતા પહેલા આ મુદ્દે પણ વિચારી લેવું જોઈએ
ચીની વિશ્લેષકો અને ચીને, ભારતને ધમકી આપતા પહેલા આ મુદ્દે પણ વિચારી લેવું જોઈએ

ચીની વિશ્લેષકો અને ચીને, ભારતને ધમકી આપતા પહેલા આ મુદ્દે પણ વિચારી લેવું જોઈએ

0

VINAYAK BAROT

અમદાવાદ: ચીન દ્વારા આમતો ભારત અને અવાર-નવાર ધમકીઓ આપવામાં આવતી હોય છે અને ભારત દ્વારા પણ ચીનની કોઈ પણ ધમકીઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી. તેનું કારણ છે કે ચીન પણ જાણે છે કે ભારત હવે 1962વાળુ ભારત રહ્યું નથી, ચીનને ખબર છે કે સમય બદલાયો, ભારત બદલાયું અને ભારતની સરકાર પણ હવે બદલાઈ ગઈ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત આર્થિક અને બધી રીતે મજબૂત થયુ છે અને તે બે મોર્ચે એટલે કે ચીન અને પાકિસ્તાન સાથે એકસાથે લડવા માટે સક્ષમ છે પરંતુ ગ્લોબલ ટાઈમ્સે અને ચીને તે પણ વિચારવુ જોઈએ કે શું ચીન ભારતની સાથે સાથે રશિયા, જાપાન, કોરિયા, હોંગકોગ, તાઈવાન, મંગોલિયા, તુર્કેમેનિસ્તાન સાથે એક સાથે લડી શકશે.?. સમગ્ર વિશ્વને જાણ છે કે ચીનને પોતાના પાડોશી દેશો સાથે બનતું નથી અને તેમની સાથે વિવાદ પણ ચાલી રહ્યા છે.

જો ચીની વિશ્લેષકો લાંબૂ વિચારી શકતા હોય તો વિચારવું જોઈએ કે ભારત એકજૂથ દેશ છે પરંતુ ચીનમાં આંતરીક વિખવાદો ઘણા છે જે જગજાહેર છે. ચીન પોતાના આંતરીક વિખવાદો જેવા કે હોંગકોંગ, તિબેટ સામે જ નથી લડી શકતું તો ભારતને ધમકી આપતા પહેલા હજાર વાર વિચારવું જોઈએ.

ભારત હવે આર્થિક અને તમામ રીતે એટલુ સશક્ત બની ગયું છે કે તે પોતાના દેશના હિતમાં કોઈ પણ પગલુ લઈ શકે છે જે કાશ્મીરમાં લોકો જોઈ શકે છે. પરંતુ ચીન આંતરીક રીતે એટલું મજબૂત નથી તે ચીની વિશ્લેષકો અને ચીનની સરકારે વિચારવું જોઈએ. “હાથીના દાંત બહારના મજબૂત હોય પણ અંદરના દાંત પડી જાય તો ભૂખ્યા મરવાનો વારો આવે” અને આ કહેવત ચીન પર સારી રીતે સેટ થાય છે.

ચીન દ્વારા હંમેશા એકની એક વાત 1962 વાળી વાતની ધમકી આપતું રહે છે અને ભારત હવે તેવી ધમકીઓથી કંટાળી ગયુ હોય તેવુ લાગે છે અને ચીનની ધમકીઓને ગણકારવાનું જ બંધ કરી દીધુ છે. જો કે ચીન દ્વારા આ પ્રકારે આપવામાં આવતી ધમકીઓને ભારતને ગણકારતું નથી પરંતુ સીધો જવાબ આપે છે જે છેલ્લે ગલવાન ઘાટીમાં ચીનને ભારતની તાકાતનો ચમકારો થયો.

ચીનના ગ્લોબલ ટાઈમ્સ દ્વારા કેટલાક ચીની વિશ્લેષકો દ્વારા ધમકી આપવામાં આવી અને તેમાં પણ એકની એક જ વાત, વિશ્વલેષકોએ કહ્યું કે “જો આ વખતે યુદ્ધ થશે તો ભારત 1962ના યુદ્ધ કરતા વધારે નુક્સાન થશે અને ભારત જાણે છે કે ચીન સાથે તે યુદ્ધ કરી શકે.” ચીનની આવી ધમકીઓથી ભારતને કોઈ ફર્ક પડતો નથી અને હવે એવું લાગે છે કે ચીન પાસે પણ ધમકી માટે 1962ના યુદ્ધની વાતો સિવાય કોઈ શબ્દો વધ્યા નથી.

થોડા દિવસો પહેલા પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ચીનને સારો એવો ચમકારો થયો છે અને સમજી ગયું છે કે ભારતને હળવાશ લઈ શકાય નહી, અને તેથી તે હવે શાબ્દિક યુદ્ધ પર ઉતરી આવ્યું છે.

જો કે 1962 બાદ ભલે ભારત અને ચીનના અન્ય સંબંધો સુધર્યા હોય પરંતુ દેશની બોર્ડરની સુરક્ષા બાબતે ભારતે ક્યારેય ચીન પર ફરીવાર ભરોસો કર્યો નથી અને છેલ્લે થયેલી અથડામણ બાદ ભારતે પોતાની બોર્ડર પર વધારે સૈન્યની તૈનાતી કરી છે.

ચીનના ગ્લોબલ ટાઈમ્સમાં કેટલાક ચીની વિશ્લેષકોએ પોતાના મંતવ્ય આપ્યા છે અને કહ્યું કે “વડાપ્રધાન મોદી દ્વારા તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે” પરંતુ દૂનિયા અંધ નથી, દૂનિયાની નજરે આવી રહ્યું છે કે ડરના મારે કોણ શાંતિ માટે બૂમાબૂમ કરી રહ્યુ છે. ચીન દ્વારા પૂર્વ લદ્દાખમાં થયેલી અથડામણ બાદ શાંતિ માટે ભારતને ધમકી આપવામાં આવી રહી છે કેમ કે જો ચીન શાંતિથી વાત કરે તો વિશ્વમાં તેનું નાક કપાય, તેથી તે પોતાની શક્તિ બતાવીને શાંતિની સ્થાપના માટે બૂમાબૂમ કરી રહ્યુ છે.

ગ્લોબલ ટાઈમ્સના વિશ્લેષકો દ્વારા કહેવામાં આવ્યું કે ભારતમાં ચીન વિરોધી વિચારધારા વધી રહી છે અને તેને દિલ્લીની સરકારે રોકવી જોઈએ. ભારતે ઈતિહાસમાં ક્યારેય કોઈ દેશ પર પહેલા વાર કર્યો નથી પરંતુ ભારતીય સેનાએ મોટા મોટા યુદ્ધ પણ લડ્યા છે અને ભારતીય સેનાને યુદ્ધ લડવાનો અનુભવ પણ છે જે ચીન અને તેની સેનાએ ન ભૂલવુ જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.