Site icon Revoi.in

આગામી દલાઈ લામા અમારા દેશમાંથી ચૂંટવામાં આવશે, ભારતે હસ્તક્ષેપથી રહેવું જોઈએ દૂર: ચીન

Social Share

બીજિંગ: ચીને કહ્યું છે કે તિબેટી ધર્મગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારી ચીનમાંથી જ પસંદ કરવામાં આવશે. ભારત દ્વારા આ મુદ્દા પર કોઈપણ રકારનો હસ્તક્ષેપ બંને દેશોના સંબંધોને પ્રભાવિત કરશે. તિબેટમાં ચીનના અધિકારી વાંગ નેંગ શેંગે કહ્યુ છે કે દલાઈ લામાનું અવતાર લેવું એક ઐતિહાસિક, ધાર્મિક અને રાજકીય મુદ્દો છે. તેની સાથે જ તેમના ઉત્તરાધિકારીની પસંદગીની 200 વર્ષ જૂની ઐતિહાસિક પ્રક્રિયા છે. તેમણે લ્હાસામાં ભારતીય પત્રકારોને ક્હ્યુ છે કે આ પ્રક્રિયાને ચીની સરકાર દ્વારા સ્વીકૃતિ આપી દેવી જોઈએ. દલાઈ લામાના પુનર્જન્મની પ્રક્રિયા માટે અહીં ઐતિહાસિક સંસ્થા છે.

તેમણે કહ્યુ છે કે દલાઈ લામાના પુનર્જન્મનો નિર્ણય કોઈની અંગત ઈચ્છાઓ અથવા અન્ય દેસોમાં થઈ રહેલા કેટલાક લોકોના સમૂહો દ્વારા લેવો જોઈએ નહીં. વર્તમાન દલાઈ લામાને ચીન દ્વારા માન્યતા આપવામાં આવી હતી અને તેમના ઉત્તરાધિકારીને ચીનની અંદરથી જ શોધવા જોઈએ.

ચીનના એક રિસર્ચ સેન્ટરના નિદેશક જહા લુઓએ કહ્યુ છે કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીમાં ભારત તરફથી કોઈપણ પ્રકારના વાંધાથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પ્રભાવિત થશે. આગામી દલાઈ લામાની પસંદગીની પ્રક્રિયાના બે તબક્કા છે. પહેલા તબક્કા માટે ડ્રો કાઢવો જોઈએ અને તેના પછી તેને કેન્દ્રીય સરકાર દ્વારા માન્યતા આપવી જોઈએ.

મહત્વપૂર્ણ છે કે 14મા દલાઈ લામા 1959માં ભારતમાં નિરાશ્રિત તરીકે આવ્યા હતા. ભારતે તેમને રાજકીય શરણ આપી હતી અને ત્યારથી તેઓ હિમાચલપ્રદેશના ધર્મશાળામાં વસવાટ કરે છે. દલાઈ લામા 84 વર્ષના છે અને તેમણે સ્વાસ્થ્યના મુદ્દાને જોતા ગત કેટલાક વર્ષોથી તેમના ઉત્તરાધિકારીની પસંદગીનો મુદ્દો ગરમાયેલો છે.