1. Home
  2. revoinews
  3. ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર, બંન્ને દેશોની સાબિત થશે ભૂલ
ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર, બંન્ને દેશોની સાબિત થશે ભૂલ

ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર, બંન્ને દેશોની સાબિત થશે ભૂલ

0

અમદાવાદ: ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર એટલે કે સીપીઈસી પર પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ મહત્વની વાત કહી છે. હુસૈન હક્કાની અમેરિકામાં પાકિસ્તાના રાજદૂત તરીકે કામ કર્યું હતુ અને તેમણે હવે કહ્યું કે ચીનનો મહત્વકાંક્ષી ચીન-પાક. ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) પ્રોજેક્ટ ચીન અને પાકિસ્તાન માટે ખૂબ મોટી ભૂલ સાબિત થશે.

ચીન પાકિસ્તાનના ઈકોનોમિક કોરિડોરને લઈને પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાની સહિત અનેક નિષ્ણાંતોએ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર બહુ મોટી ભૂલ સાબિત થશે તેવો દાવો કર્યો છે.

ચીન પાકિસ્તાના ઈકોનોમિક કોરિડોરને લઈને ઈઝરાયલની મીડિયામાં એટલે કે જેરુસલેમ પોસ્ટમાં નિષ્ણાંતોના મંતવ્યો લઈને એક લેખ છપાયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો પ્રારંભીખ ખર્ચ 3.50 લાખ કરોડ હતો જે હવે વધીને 6.61 લાખ કરોડ થઈ ગયો છે. સીપીઇસીના રસ્તા, રેલવે તથા વિદ્યુત પરિયોજનાઓનું સુયોજિત નેટવર્ક છે, જે ચીનના શિનજિયાંગ પ્રાંતને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સાથે જોડવા માટે બનાવાઇ રહ્યું છે અને તેમાં પાકિસ્તાને પણ રોકાણ કર્યું છે પણ તેનો મોટા ભાગનો હિસ્સો ધિરાણના રૂપમાં છે.

મહત્વનું છે કોરોનાવાયરસના ફેલાવા બાદ ચીનની અનેક દેશો સાથે વ્યાપારીક સંબંધો તથા અન્ય સંબંધો પણ બગડ્યા છે અને પાકિસ્તાનનું અર્થતંત્ર કોરોના પહેલાથી જ સંકટનો સામનો કરી રહ્યું હતુ પરંતુ કોરોના બાદ સ્થિતિ વધારે બગડી છે.

આવા અનેક તારણો અને સૂત્રોના આધારે નિષ્ણાંતોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે અને કહ્યું છે કે ચીન પાકિસ્તાનના ઈકોનોમિક કોરિડોર બહુ મોટી ભૂલ સાબિત થશે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.