Site icon Revoi.in

નેપાળને ચીનની સાથે સંબંધ રાખવા પડી ગયા ભારે, ચીને નેપાળની જમીન પર કર્યો કબ્જો

Social Share

દિલ્લી:  નેપાળે ચીન સાથે જે રીતે સંબંધ વધાર્યા હતા તેની સજા આજે નેપાળને મળી હોય તેવું લાગી રહ્યુ છે. કારણ છે કે ચીન દ્વારા નેપાળની કેટલીક જમીન પર કબ્જો કરવામાં આવ્યો છે અને હડપ કરેલી જમીન પર ચીન દ્વારા નિર્માણ કરવામાં આવતા નેપાળના કાઠમાંડુમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ચીન દ્વારા જે રીતે અત્યારે નેપાળ પર દાદાગીરી કરવામાં આવી રહી છે તેનો નેપાળના યુવાઓએ જોરદાર વિરોધ કર્યો છે અને નેપાળના હુમ્લા જિલ્લાની સીમાના સ્તંભથી માંડીને બે કિમી અંદર ચીનના સૈનિકોએ 9 મકાનો બનાવ્યા છે. તે જ નહીં પણ નેપાળી નાગરિકોનો પ્રવેશ પણ બંધ કરાવી દીધો છે.

નેપાળ સરકાર દ્વારા તેના અધિકારીઓને પણ આ બાબતે તપાસ કરવા મોકલવામાં આવ્યા હતા જ્યાં જાણ થઈ કે ચીન તરફથી ગેરકાયદેસર નિર્માણ કરવામાં આવ્યું છે.

નેપાળની જમીન હડપ કરી લીધા પછી ચીને એવો દાવો કર્યો કે જ્યાં નિર્માણ કરવામાં આવ્યું છે તે જગ્યા ચીનની છે જો કે નેપાળી પક્ષનો દાવો છે કે 11 નંબરનું સીમા સ્તંભ ગાયબ કરી દેવામાં આવ્યું છે અને નેપાળની જમીન પર નિર્માણ કરવામાં આવ્યું છે.

ચીનની સેનાનો નેપાળના અધિકારી સાથે વ્યવહાર એવો હતો કે તેમણે નિર્માણ બાબતે વાત કરવાની પણ ના પાડી દીધી અને ચીન દ્વારા નેપાળના દાવાને ફગાવી દેવામાં આવ્યો અને કહ્યું કે નેપાળ પાસે સબૂત હોય તો તે વાત કરવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે ચીન દ્વારા ગોરખા જિલ્લાના રુઈ ગામને પોતાનામાં મળાવી દેવાના સમાચાર આવ્યા હતા અને તે બાદ નેપાળની પાર્લામેન્ટમાં ખુબ ધમાલ થઈ હતી. તે સમયે નેપાળના વિપક્ષે નેપાળની જમીન પાછી લાવવા માગ કરી હતી અને કેપી ઓલીની પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું હતુ કે ચીને 64 હેક્ટર જમીન પર પોતાનો કબ્જો કરી રાખ્યો છે.

_Vinayak