Site icon hindi.revoi.in

ગલવાન ઘાટીને લઈને થયો ખુલાસો, ચીને પહેલેથી હૂમલો કરવાની કરી હતી તૈયારી

Social Share

અમદાવાદ:  ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી પર મોટો ખુલાસો થયો છે. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર કરવામાં આવેલા હૂમલા વિશે તૈયાર થયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે હૂમલો અચાનક નહીં પણ પુરી તૈયારી સાથે કરવામાં આવ્યો હતો. આ હૂમલા પહેલા ચીને પોતાના આધુનિક હથિયારો પહેલેથી તેનાત કરી દીધા હતા.

અમેરિકાની જાસૂસી એજંસી અને ભારતની સુરક્ષા એજંસીના અલગ અલગ રિપોર્ટથી જાણવા મળ્યું છ કે ચીને ફિંગર-4થી લઈને ગલવાન અને હોટ સ્પ્રિંગ એરિયામાં ઘુસવાની પહેલાથી જ તૈયારી કરી હતી અને અત્યાધુનિક હથિયારોને પણ ગોઠવી દીધા હતા.

સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી તસ્વીર દ્વારા જાણવા મળે છે કે ચીનની સેનાએ ખાસ રીતે બનેલી ટેન્કોને બોર્ડર પર તૈનાત કરી છે. આ ટેન્ક વિશે એવું કહેવામાં આવે છે કે આ ટેન્કને હેલિકોપ્ટર દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે પણ હાલ સુધી આ મુદ્દે કોઈ સચોટ ખબર આવી નથી.

ભારતે પણ ચીનને વળતો જવાબ આપવા માટે પગલા લીધા છે અને ભારતની સૌથી ઘાતક ટેન્ક ટી-90ને ચીનની બોર્ડર પર તૈનાત કરવામાં આવી છે. ભારતની સરકાર દ્વારા પણ ચીનની હરકતોને ધ્યાનમાં રાખીને સેનાથી તથા વાયુસેનાને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.

ભારતે ચીનને ખતરનાક જવાબ આપવા માટે અમેરિકા પાસેથી 145 એમ-777 ગન ખરીદી છે જેને અરુણાચલ પ્રદેશથી લઈને લદ્દાખ સુધી તેનાત કરવામાં આવી છે. આ ગનનો ઉપયોગ હાલ ભારતીય સેનાની અલગ અલગ રેજીમેન્ટ કરી રહી છે.

ભારતની આ એમ-777 ગનને હેલિકોપ્ટર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેમ છે અને ભારે વજનને ઉપાડી શકે એવા ચીનૂક હેલિકોપ્ટર પણ ચીનની બોર્ડર નજીક તૈનાત કર્યા છે. ભારત પર ચીન  અટકચાળું કરે પહેલા તેને પાડી દેવા માટે ચીનની બોર્ડર પર ભારતીય ટેન્ક, હેલિકોપ્ટર, વિમાન, આર્મી બધું જ રેડી ટું ફાઈટ મોડમાં છે.

Exit mobile version