દિલ્હીઃ ચીનની પ્રાચીન દિવાલ જોવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ ચીન દ્વારા કાંટાળાતીરની મદદથી મ્યાનમાર સીમા ઉપર 2000 કિમી લાંબી દિવાલનું કામ શરૂ કર્યું છે. દિવાલની કામગીરી શરૂ કરવામાં આવતા મ્યાનમારના લોકોમાં ભય ફેલાયો છે. ચીન દ્વારા મ્યાનમાર સરહદ નજીક જ દિવાલ નિર્માણનું કામ કરવામાં આવી રહ્યું છે. જેનો મ્યાનમાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ઘુસણખોરી અટકાવવા માટે દિવાર બનાવવામાં આવતી હોવાનો ચીનો લૂલો બચાવ કર્યો છે.
એક રિપોર્ટ અનુસાર ચીન સરહદ પર 2000 કિમી લાંબી તારની દિવાલ બનાવી રહ્યું છે. આ દિવાલ બનાવવાનો ઈરાદો મ્યાનમારમાંથી થતી ઘુસણખોરી અટકાવવાનો હોવાનો ચીને દાવો કર્યો છે. ચીનના દક્ષિણ-પશ્ચિમ યૂન્નાન પ્રાંતમાં 6થી 9 મીટર ઉંચી કાંટાળાતારની દિવાલનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ દિવાલ બનાવવાનો હેતુ અસંતુષ્ટોને ચીનમાંથી ફરાર થતા અટકાવવાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ચીન દ્વારા મ્યાનમારના શાન રાજ્ય નજીક આવેલી સરહદ ઉપર તાર લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેનો મ્યાનમારીની સેનાએ વિરોધ કર્યો હતો. મ્યાનમારની સેનાએ ચીનના અધિકારીઓને પત્ર લખીને તાર લગાવવાનો વિરોધ નોંધાવ્યો હતો.