Site icon hindi.revoi.in

પાકિસ્તાન બાદ હવે ઈરાન પર ચીનની નજર, મોટા રોકાણની સાથે તેનાત કરશે 5000 સૈનિક

Social Share

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની અસર હવે દુનિયામાં દેખાવા લાગી છે. ક્યાંક મંદી છે, તો ક્યાંક રણનીતિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ મામલા પર હવે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને ચીનની સેનાના પાંચ હજાર જવાનોને પોતાની જમીન પર આવવાની મંજૂરી આપી છે. આ તમામ જવાનો ચીન દ્વારા ઈરાનમાં કરવામાં આવી રહેલા 280 બિલિયન ડોલરના પ્રોજેક્ટ પર નજર રાખશે.

યુનાઈટેડ કિંગ્ડમની પેટ્રોલિયમ ઈકોનોમિસ્ટના એક રિપોર્ટ પ્રમાણે, ચીન-ઈરાનમાં ઓઈલ, ગેસ અને પેટ્રોલિયમના અન્ય ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રહ્યા છે. તેના હેઠળ 280 બિલિયન ડોલરથી એક નવા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. તેની સુરક્ષામાં ચીને પોતાના પાંચ હજાર સૈનિકોને ઈરાન મોકલવાનો નિર્ણય કર્યો છે અને ઈરાનથી તેની મંજૂરી પણ મળી ગઈ છે.

આના પહેલા ચીન પાકિસ્તાનમાં મોટું રોકાણ કરી ચુક્યું છે અને દરેક સ્થિતિમાં તેની સાથે ઉભેલું દેખાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં ચીન ઘણાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેમાં સીપીઈસીથી લઈને પોર્ટ બનાવવાના પ્રોજેક્ટ પણ સામેલ છે.

એક તરફ ચીન-અમેરિકામાં ચાલી રહેલા ટ્રેડ વોર અને ઈરાન-અમેરિકામાં ચાલી રહેલી પરમાણુ ડીલની નારાજગી વચ્ચે ચીન અને ઈરાનની દોસ્તી આવા પ્રકારે વધવી નવા સંબંધોને હવા આપી રહી છે.

ઓગસ્ટના આખરી સપ્તાહમાં ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ ઝારિફે ચીનની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ચીનના વિદેશ પ્રધાન વાંગ લી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત વખતે 2016માં બંને દેશો વચ્ચે જે ડીલ પર હસ્તાક્ષર થયા હતા, તેને આગળ વધારવા માટે નિર્ણય લેવામાં આવ્યો. તેના સિવાય ચીને જૂના પ્રોજેક્ટોથી અલગ 120 બિલિયન ડોલરના રોકાણનો નિર્ણય કર્યો છે.

ચીનનું આ રોકાણ રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો હિસ્સો છે. જે વન બેલ્ટ વન રોડ હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. ચીને પાકિસ્તાનમાં પણ ઘણું મોટું રોકાણ કર્યું છે અને હવે તેની નજર ઈરાન પર છે.

મહત્વપૂર્ણ છે કે ઈરાનમાંથી દુનિયાને ખનીજતેલ મળે છે. પરંતુ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદ ઈરાન સાથે વેપાર કરવાથી ઘણાં દેશો કતરાઈ રહ્યા છે. પરંતુ ચીન આગળ વધીને ઈરાન સાથે કારોબાર કરી રહ્યું છે.

પેટ્રોલિયમ ઈકોનોમિસ્ટ પ્રમાણે, ચીન હજી પાંચ વર્ષના પ્લાન સાથે આગળ વધી રહ્યું છે. પરંતુ તેની નજર બંને દેશોની વચ્ચે 25 વર્ષના સાથ પર છે. જેથી મોટા પ્લાન પર કામ કરી શકાય. શરૂઆતમાં ચીનની નજર ઈરાનમાં ફેક્ટરી બનાવવા પર છે. તેના દ્વારા તે લેબર વર્ગના લોકોને પોતાની સાથે જોડી રહ્યું છે.

Exit mobile version