Site icon hindi.revoi.in

પાકિસ્તાન અને શ્રીલંકા બાદ ચીનની હવે બાંગ્લાદેશ પર નજર, જંગી રોકાણની તૈયારી

Social Share

અમદાવાદ:  ચીને પાકિસ્તાન અને શ્રીલંકામાં જંગી રોકાણ કરીને આ બંન્ને દેશને તો દેવાના ભાર નીચે દબાવી જ દીધા છે. ચીનની આ મેલી રમતમાં હવે બાંગ્લાદેશ ફસાવવા જઈ રહ્યું છે. ચીનની યાબાંગ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ ગ્રુપ કંપનીના ચેરમેન ઝૂ ઝિયાઓચૂએ કહ્યું કે અમે અહીંની પરિસ્થિતિઓને બદલીશું. જો કે ચીને પાકિસ્તાન અને શ્રીલંકાની સ્થિતિને કેવી રીતે બદલી અને હાલ પાકિસ્તાન અને શ્રીલંકાની શું હાલત છે તેનાથી તો સૌ કોઈ જાણકાર છે.

બાંગ્લાદેશમાં હાલ ચીનની 500 જેટલી કંપનીઓ બિઝનેસ કરી રહી છે અને બાંગ્લાદેશની શેખ હસીના સરકારે તો બાંગ્લાદેશ ઈકોનોમીક ઝોન ઓથોરિટી દ્વારા ચીનની કંપનીઓને 100 એકર જમીન પણ લીઝ પર આપી દીધી છે.

યાબાંગ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ ગ્રુપ કંપનીના ચેરમેન ઝૂ ઝિયાઓચૂએ બાંગ્લાદેશની સરકારને મસ્કા મારવામાં કાંઈ બાકી રાખ્યું નથી અને ઝૂએ બાંગ્લાદેશ સરકારના ખુબ જ વખાણ કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, બાંગ્લાદેશ રોકાણની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અહીંયા વસ્તી વધુ છે અને બિઝનેસ માટેની અપાર સંભાવનાઓ રહેલી છે.

ચીનની એક એવી ચાલ રહેલી હોય છે કે તે બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોને તેમના દેશની જીડીપી જેટલી અથવા જીડીપી કરતા વધારે મદદ કરે છે અને જ્યારે રોકાણ પરત ન મળે ત્યારે તે દેશની જગ્યાને લીઝ પર માગે છે. ચીનની એક ચાલ એવી પણ છે કે ચીન હંમેશા તેવા જ સ્થળે રોકાણ કરે છે જ્યાંથી રિટર્ન મળી શકે નહી. પાકિસ્તાન જેવો દેશ જે આર્થિક રીતે કંગાળ છે અને તે દેશમાં 46 બિલિયન ડોલર રોકવા, તે વાત કોઈ પણ વ્યક્તિ આસાનીથી સમજી શકે છે.

બાંગ્લાદેશમાં દરિયાકિનારાના સ્થળે અથવા દરિયાકિનારે આવેલા શહેરો પાસે રોકાણ કરવાથી ચીનની નેવી પણ બાંગ્લાદેશના નેવલ પોર્ટ પર આવી શકે છે. બાંગ્લાદેશને જે પ્રમાણે ચીનનું રોકાણ પોતાના દેશમાં લાવી રહ્યું છે તેના પર વધારે ધ્યાન આપીને વિચારે તો તેમાં બાંગ્લાદેશને ચીનની કાળી ચાલ જરૂર દેખાશે અને જો નહીં દેખાય તો પાકિસ્તાન અને શ્રીલંકા જેવી હાલત બાંગ્લાદેશની થાય તો તેમાં કોઈ નવાઈ રહેશે નહી.

_Vinayak

Exit mobile version