Site icon Revoi.in

બાળકો સાથે યૌન અપરાધ મામલે સુપ્રીમ કોર્ટ સખત, ચીફ જસ્ટિસે જિલ્લાવાર માંગ્યા આંકડા

Social Share

નવી દિલ્હી: બાળકો સાથે થઈ રહેલા જાતીય ગુના પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સોમવારે કહ્યુ છે કે આ ચિંતાજનક છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અને દિશાનિર્દેશ બાદ પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી નથી.

સુપ્રીમ કોર્ટે ન્યાયમિત્રને કહ્યું છે કે યૌન અપરાધથી પીડિત બાળકોને ન્યાય અપાવવા માટે શું કરી શકાય છે, સૂચનો આપો. એમિક્સ ક્યૂરીએ કહ્યુ છે કે પોક્સોની સ્પેશયલ કોર્ટની સ્થાપના અને સ્પેશયલ ટ્રેન્ડ સરકારી વકીલોથી જ પરિવર્તન થશે. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે જે આંકડા અમને મળી રહ્યા છે, તે પહેલી જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધીના છે. આ પહેલાના આંકડા વધુ હશે. અમને યૌન અપરાધથી પીડિત બાળકોના જિલ્લાવાર આંકડા જોઈએ. તેની સાથે જ અમે ફોરેન્સિક લેબ, તપાસની પ્રક્રિયા, પીડિત બાળકોના નિવેદન નોંધ કરાવવાનું વિગતવાર વિવરણ જોઈએ.

સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રી પાસે જિલ્લાવાર બાળકો સાથે દુષ્કર્મના મામલા અને કુલ વિલંબિત મામલાની સંખ્યાનું વિવરણ માંગ્યું છે. તેની સાથે જ એ પણ જાણકારી માંગી છે કે કેટલાક મામલા કેટલા વર્ષોથી પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે રજીસ્ટ્રીને કહ્યું છે કે તમામ રજ્યોની જુવેનાઈલ જસ્ટિસ કમટી પાસેથી દશ દિવસમાં વિવરણ લેવામાં આવે. મામલાની આગામી સુનાવણી 25 જુલાઈએ થશે.