ચેન્નાઈ આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની બુધવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે આ બાબતે પુત્ર કાર્તિ ચિદમ્બરમે ગુરુવારે કહ્યું હતું કે, તેમના પિતાની ઘરકપક કલમ 370ના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે. સીબીઆઈની કાર્યવાહી રાજકારણથી પ્રેરીત છે.
કાર્તિના જણાવ્યા પ્રમાણે, ‘આ કેસ 2008 માં બન્યો હતો. આ માટે 2017 માં ફરિયાદ નોંધાઈ હતી. ચાર વખત મારા ઘરે દરોડા પણ પાડવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ મામલે મને 20 વાર બોલાવવામાં આવ્યો હતો. દર વખતે હું ત્યાં 10-12 કલાક હાજર રહ્યો છું . હું 11 દિવસ માટે સીબીઆઈનો મહેમાન પણ બ્નયો છું. મારી સાથેના દરેક લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની વિસ્તૃતથી પૂછપરછ કરવામાં આવી છે. અમારી પાસે હજી ચાર્જશીટ નથી. મારે આઈએનએક્સ મીડિયા સાથે કોઈ પણ પ્રકારના સંબધ નથી”.
કાર્તિએ કહ્યું, ‘મારા પિતાની ધરપકડ ટેલિવિઝન પરના રિયાલિટી શો જેવી છે. આ પ્રાકરના નાટકનું કોઈ કારણ નથી. પ્રામાણિકપણે તપાસ કરવામાં નથી આવી રહી . જે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેઓ સારી રીતે જાણે છે કે કોઈ કેસ બનતો જ નથી. પરંતુ કોઈની ફાઇલમાં આ વાત લખવાની હિંમત નથી, કે આ કોઈ કેસ નથી. કેટલાક લોકોને ખુશ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.દુર્ભાગ્યવશ, ભારતમાં કોઈપણ તપાસના અંતની કોઈ મર્યાદા હોતી નથી. તે સતત ચાલ્યા કરે છે, અને મારા પિતા હમેંશા દરેક પુછતાછ વખતે એજન્સીમાં હાજર રહ્યા છે”