Site icon hindi.revoi.in

ચિદમ્બરમની પહેલી રાત જેલમાઃCBI દ્રારા મોડી રાત સુધી પૂછપરછ થઈ

Social Share

આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા પૂર્વ કેન્દ્રીયમંત્રી પી. ચિદમ્બરમની ગુરુવારની રાત જેલના સળીયા પાછળ વીતી હતી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 26 ઓગસ્ટ સુધી તેમને કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ગુરુવારે રાત્રે તેમની અટકાયત દરમિયાન પી.ચિદમ્બરમના ઘરેથી તેમના માટે કપડા અને ભોજની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગુરુવારે સાંજે કોર્ટની સુનાવણી પછી, જ્યારે તેમને ફરીથી સીબીઆઈ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા, ત્યારે તેમને કેટલાક સવાલ-જવાબ પણ કરવામાં આવ્યા હતા. પી. ચિદમ્બરમને સીબીઆઈ અધિકારીઓ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, આ પ્રશ્નો એફઆઇપીબીની મંજૂરી, આઇએનએક્સ મીડિયા સાથે મળેલ એફડીઆઈ સંબંધિત હતા.

પૂછપરછ બાદ તેમને ડીનર કરાવવામાં આવ્યું હતુ.જો કે  ભોજન તેમના ઘરેથી આવ્યું હતુ,ત્યારે ભોજનની સાથે સાથે થોડા કપડા પણ આવ્યા હતા,ત્યાર બાદ તેઓ સુવા માટે જતા રહ્યા હતા, ત્યારે ફરિ હવે શુક્રવારના રોજ એટલે કે આજે તેમની પૂછપરછ થશે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા કેસમાં બુધવારે મોડી રાત્રે ચિદમ્બરમને તેમના નિવાસ સ્થાનથી ઘરપકડ કરવામાં આવ્યા હતા, ત્યાર પછી ગુરુવારના રોજ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા,રાઉઝ એવન્યૂ કોર્ટે ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી આપ્યા આવ્યા છે.

પી ચિદમ્બરમ તરફથી અદાલતમાં કપિલ સિબ્બલ,અભિષેક મનુ સિંઘવી, વિવેક તન્ખાએ દલીલો રજુ કરી હતી ને પૂર્વ મંત્રીને તાત્કાલીકના ધોરણે જમાનત પવાની માંગણી કરી હતી, આ વકિલો તરફથી કેટલા તર્ક રજુ કરવામાં આવ્યા હતા અને સીબીઆઈ દ્રારા તેમની ધરપકડને ખોટી ગણાવી હતી,સાથે સાથે તે વાત પણ કહી કે સીબીઆઈ પાસે ચિદમ્બરમ વિરુદ્ર કોઈ પણ મજબુત પુરાવા પણ નથી.

Exit mobile version