- પીએમ મોદી બાદ પાયલને ચેન્જમેકર પુરસ્કાર પ્રાપ્ત
- અમેરીકાના ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ચેન્જમેકેર પુરસ્કાર મળ્યો
- બાળવિવાહ અને બાળમજુરી સામે ચલાવ્યું અભિયાન
- બાળશોષણ સામે આપી છે મોટી લડત
- બાળલગ્નન ન કરીને દરેક બાળકીઓને બાળવિવાહ ન કરવાની પ્રેરણા આપી
- રાજસ્થાનની પાયલની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે
ફરી એકવાર દેશની દિકરીએ સમાજ સુધારાનું કાર્ય કરીને દેશનું નામ રોશન કર્યું છે જી હા, અમેરીકામાં બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ગોલકીપર ગ્લોબલ એવોર્ડસ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય પણ એક બીજી ભારતીય યુવતીને ચેન્જમેકર એવોર્ડ મળ્યો છે
રાજસ્થાન રાજ્યમાં બાળમજુરી અને બાળવિવાહ જેવા કુરિવાજોને નાબુદ કરવા માટે ચલાવવામાં આવેલા અભિયાન માટે પાયલ ઝાગિંડને ચેન્જમેકર એવોર્ડ મળવા પામ્યો છે,તેના આ એવોર્ડ મળવાથી સમગ્રદેશનું નામ દુનિયાભરમાં રોશન થયું છે
આ એવોર્ડ પ્રોત્સાહિત પાયલે જણાવ્યું છે કે,તે ખુબ જ ખુશ છે, કે તેને અને પીએમ મોદીને આ એવોર્ડ મળ્યો છે,તેણે કહ્યું કે હું ખૂબ જ ખુશ છું,કે પીએમ મોદીને પણ આ એવોર્ડ મળ્યો છે,જે રીતે મેં મારા રાજ્ય અને ગામમાં આ અભિયાન ચલાવીને અનેક સમસ્યાનું નિવારણ કર્યું છે, તે જ રીતે હું વિશ્વભરમાં પણ કરવા માંગુ છુ.
નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ પાયલની પ્રશંસા કરી
એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી વિશ્વભરમાં પાયલ અને તેના કામની પ્રશંસા થઈ રહી છે,નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ કહ્યું કે,પાયલે ચેન્જ મેકર પુરસ્કાર મેળવીને આપણાને ગૌરવ અપાવ્યું છે,તે એવી યુવા મહિલોમાંથી એક છે કે, જે ભારત અને બીજી જગ્યાઓ પર બાળકોના શોષણ સામે લડાઈ લડવામાં હમેંશા આગળ રહે છે.
નાની ઉમરમાં પોતાના લગ્ન કરવાની વાતથી વિરુધ જઈને સાહસ ભર્યું કામ કર્યું છે,તેની હિમ્મત જોઈને ગામ અને આસપાસના વિસ્તારોની બાળકીઓએ પણ બાળવિવાહથી ઈનકાર કર્યો છે,ગેટ્સ ફાઇન્ડેશને પણ પોતાના ટ્વિટર પર પાયલના આ સુધારા અભિયાનની પ્રશંસા કરી છે.