Site icon hindi.revoi.in

કોરોનાસંકટ વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ફેરફાર, સૈનિકો માટે પીપીઈ કીટ ફરજીયાત

Social Share

અમદાવાદ:  કોરોનાવાયરસને લઈને સરકાર દિનરાત કામ કરી રહી છે, દેશવાસીઓ સંક્રમિત ન થાય તે માટે સ્વતંત્ર દિવસ પર પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કોરોનાવાયરસના સંકટને લઈને આ સ્વતંત્ર દિવસ પર ભારતીય જવાનો પીપીઈ કીટ પહેરવાનું કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી દિલ્લીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે.

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા જાનલેવા વાયરસને ધ્યાનમાં રાખીને આ વખતના સ્વતંત્ર દિવસ પર મહેમાનોને પણ ઓછા બોલાવવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે એનસીસીના જવાનોની તો માત્ર 500 જ કેડેટ્સ પરેડમાં જોડાશે અને તેમની વચ્ચે 6 ફૂટનું અંતર રાખવામાં આવશે. વડાપ્રધાન મોદીને બાળકોને મળવાની તક મળતી હતી પણ આ વર્ષે એ કાર્યક્રમ પણ થઈ શકશે નહી.

કોરોનાના કારણે આ વખતે સમારંભ માટે ઓપન પાસ આપવામાં આવી રહ્યા નથી. એ જ રીતે ઉજવણીમાં ફક્ત 150 અતિથિઓ હાજર હશે. અગાઉ આવા મહેમાનોની સંખ્યા દર વર્ષે 300 થી 500 રહેતી. પરંતુ આ વર્ષે કુલ મહેમાનોની સંખ્યા 200 રાખવામાં આવી છે.

જે રીતે વડાપ્રધાનને આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તેમાં 22 જેટલા જવાન અને અધિકારીઓ હાજર રહેશે. આ જવાનો પણ કોરોનાવાયરસને લઈને બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરશે.

_VINAYAK

Exit mobile version