ચંદ્રયાન-1નું વજન 1380 કિલો હતુ જ્યારે ચંદ્રયાન-2નું વજન 3877 કિલો, જ્યારે ચંદ્રયાન-2ના કુલ 4 ભાગ છે.
1 જીએસએલવી માર્ક- 3, ભારતનું બાહુબલી રોકેટ કહેવામાં આવે છે, પૃથ્વીની કક્ષા સુધી જશે
2 ઓર્બિટર, જે ચંદ્રની કક્ષામાં સતત ચક્કર લગાવશે
3 લેન્ડર વિક્રમ, જે ઓર્બિટરથી અલગ થઈને ચંદ્રની સપાટી પર ઉતરશે
4 રોવર, 6 પૈડા વાળું આ રોબોટ લેન્ડરમાંથી બહાર નીકળશે અને 14 દિવસ ચંદ્રની સપાટી પર ફરશે
નવી દિલ્હી:ઈસરોનું ચંદ્રયાન-2 મિશન 15 જુલાઈએ વહેલી સવારે 2 વાગેને 51 મિનિટ પર શ્રીહરીકોટાના સતીશ ધવન સેન્ટરથી લોન્ચ કરવામાં આવનાર છે જ્યારે આ યાન 6 અથવા 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવી શક્યાતા સેવી રહી છે,ભારતના સૌથી તાકાતવર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવનાર છે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર અને રોવર છે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ વખતે તેનું વજન 3,877 કિલો રાખવામા આવ્યું છે.
જ્યારે આ ચંદ્રયાન-2, ચંદ્રયાન-1ના વજનથી 3 ગણું વધુ છે . ચંદ્રયાન-1નું વજન 1,380 કિલો હતું, જ્યારે ચંદ્રયાન-2નું વજન3,877 કિલો છે. લેન્ડરની અંદર આવેલા રોવરની સ્પીડ 1 સેમી પ્રતિ સેકન્ડ રહેશે.
જીએસેલવી માર્ક 3 – 640 ટન વજનના સ્પેસક્રાફ્ટ, થ્રી સ્ટેજ એન્જિન છે. ચંદ્રયાન-2ને ઈસરોનું બાહુબલી કહેવાતા રોકેટ જીએસએલવી માર્ક-3 મારફથ મોકલાશે. આ રોકેટ 43X43 મીટર લાંબુ અને 640 ટન વજનનું છે. તેની સાથે 3,877 કિલો વજનનું મોડ્યુલ પણ મોકલવામાં આવશે. આ થ્રી સ્ટેજ રોકેટ છે. પહેલાં સ્ટેજમાં એન્જિન મુખ્ય ઈંધણ પર કામ કરે છે અને તેમાં લગાવવામાં આવેલી બે મોટર તરલ ઈંધણથી ચાલશે. બીજા સ્ટેજમાં એન્જિન તરલ ઈંધણથી ચાલશે અને ત્રીજુ એન્જિન ક્રાયોજેનિક છે.
ઓર્બિટર- તેનું વજન 2379 કીલો છે દંચ્રયાન-2નું પ્રથમ મોડ્યુલર ઓર્બિટર છે જે ચંદ્રની સપાટી પર ધ્યાન રાખશે.તે પૃથ્વી અને લેન્ડર વચ્ચે કોમ્યુનિકેશનનું કામ કરશે. ચંદ્રની કક્ષામાં પહોંચ્યા પછી તે એક વર્ષ સુધી કામ કરશે. ઓર્બિટર ચંદ્રની સપાટી પર 100 કિમી ઉપર ચક્કર લગાવશે.ચંદ્રની સપાટી પર નક્શો તૈયાર કરવો, તેનાથી ચંદ્રના અસ્તિત્વ અને તેના વિકાસ વિશેની માહિતી મેળવી શકાશે. મેગ્નેશિયમ, એલ્યુમીનિયમ, સિલિકોન, કેલ્શિયમ, ટાઈટેનિયમ, આયર્ન અને સોડિયમની હાજરીની માહિતી મળશે.
લેન્ડર-વજન 1471 કિલો ઈસરોનું આ પહેલું મિશન હશે,જેમાં લેન્ડર મોકલવામાં આવશે.આ લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનેતા કહેવાતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામથી રાખવામાં આવ્યું છે.વિક્રમ લેન્ડર જ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. સોફ્ટ લેન્ડિંગ તેને કહેવાય જેમાં કોઈ પણ નુકસાન વગર લેન્ડર ચંદ્રન સપાટી પર ઉતરશે.. લેન્ડર સાથે 3 પેલોડ પણ મોકલવામાં આવશે.
રોવર- લેન્ડરની અંદર જ રોવર પ્રજ્ઞાન રહેશે. તે પ્રતિ 1 સેન્ટીમિટર/ સેકન્ડની સ્પીડથી લેન્ડરની બહાર નીકળશે. તેને નીકળવામાં 4 કલાક લાગશે. બહાર આવ્યા પછી તે ચંદ્રની સપાટી પર 500 મીટર સુધી ચાલશે. તે ચંદ્રની સપાટી પર 1 દિવસ કામ કરશે. તેની સાથે 2 પેલોડ પણ જઈ રહ્યા છે. તેમનો ઉદ્દેશ લેન્ડિંગ સાઈટ પાસે તત્વોની હાજરી અને ચંદ્રની સપાટીની મૌલિક સંરચના વિશે માહિતી મેળવશે. પેલોડ દ્વારા રોવર આ માહિતી ભેગી કરશે અને લેન્ડરને મોકલશે અને લેન્ડર તે માહિતી ઈસરા સુધી પહોચાડવામાં મદદ કરશે.